Connect Gujarat
ગુજરાત

વલસાડ : રેલ્વે ઓવરબ્રીજને ટ્રાફિક અવર-જવર માટે ખુલ્લો મુકાયો

વલસાડ : રેલ્વે ઓવરબ્રીજને ટ્રાફિક અવર-જવર માટે ખુલ્લો મુકાયો
X

કેન્દ્રા સરકારના મહત્ત્વાકાંક્ષી સ્ટે ટ કોરિડોર પ્રોજેક્ટુમાં આવતા ૨૧ જેટલા આર.ઓ.બી. પૈકી ધરમપુરથી વલસાડ રોડ ઉપર આવતા રેલવે ઓવરબ્રીજને માત્ર ૨૦ દિવસના ખૂબ જ ટૂંકા સમયગાળામાં અંદાજિત રૂપિયા ૪ કરોડના ખર્ચે રાજ્ય માર્ગ અને મકાન વિભાગ તેમજ રેલ્વે વિભાગના સહયોગથી પૂર્ણ કરવામાં આવ્યો છે. આ બ્રિજનું તા. ૨૧મી જૂનના રોજ વલસાડ જિલ્લા કલેક્ટમર આર.આર.રાવલના હસ્તે રેલ્વે ઓવર બ્રીજને ટ્રાફિકના અવર-જવર માટે ખુલ્લો મુકાયો હતો.

જોકે, ખૂબ જ ટૂંકા સમયગાળામાં નોંધનીય કામગીરી કરનારા આ પ્રોજેક્ટઅના કેન્દ્રે સરકારના રેલ્વે વિભાગના ઈન્ચાસર્જ અને રાજ્યીના માર્ગ અને મકાન વિભાગને અભિનંદન આપ્યાે હતા. ઉલ્લેખનીય છે કે, જિલ્લા મેજિસ્ટ્રે ટ આર.આર.રાવલે એક જાહેરનામા દ્વારા તા. ૨/૬/૨૦૨૧થી તા.૨૧/૬/૨૦૨૧ (બન્ને દિવસો સહિત) ૨૦ દિવસ માટે આર.ઓ.બી. ધરમપુર તરફના છેડાથી વલસાડ આવતા-જતા તમામ પ્રકારના વાહનો માટે પ્રતિબંધિત જાહેર કર્યો હતો.

Next Story