Connect Gujarat
દેશ

ઝારખંડમાં અંતિમ તબક્કાનું મતદાન, છેલ્લા તબક્કામાં દિગ્ગજોની આકરી પરીક્ષા

ઝારખંડમાં અંતિમ તબક્કાનું મતદાન, છેલ્લા તબક્કામાં દિગ્ગજોની આકરી પરીક્ષા
X

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના છેલ્લા તબક્કાની 16 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આ 16 બેઠકો માટે કુલ 237 ઉમેદવારો મેદાનમાં છે. આ તબક્કામાં જેએમએમના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેન દુમકા અને બરહેટ બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે.

23 ડિસેમ્બરે જાહેર થશે પરિણામો

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં 16 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આ 16 બેઠકો માટે કુલ 237 ઉમેદવારો

મેદાનમાં છે. આ તબક્કામાં જેએમએમના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેન દુમકા અને બરહેટ બેઠકો પર ચૂંટણી

લડી રહ્યા છે. રઘુવરદાસ સરકારના પ્રધાન લુઈસ મરાંડી માટે દુમકા બેઠક તો મંત્રી રણધીર સિંહની સારઠ બેઠક પર શાખ દાવ પર છે.

16 બેઠકોનું સમીકરણ

2014ની વિધાનસભાની

ચૂંટણીમાં 16 બેઠકોમાંથી JMMને 6, ભાજપને 5, કોંગ્રેસને ત્રણ પર અને જેવીએમના ઉમેદવારોને બે બેઠક પર જીત મળી હતી.

ઝારખંડના પાંચમા

તબક્કામાં રાજમહેલ, બોરીયો, બરહેટ, લિટ્ટીપાડા, પાકુડ, મહેશપુર, શિકારીપાડા, નાલા, જામતાડા, દુમકા, જામા, જરમુન્ડી, સારઠ, પૌરૈયાહાટ, ગોડ્ડા અને મહગામા બેઠકો પર મતદાન ચાલુ છે. આમાં થી દુમકા અને બારહેટ બેઠક પર દરેકની નજર છે.

હેમંત સોરેન માટે અગ્નિપરીક્ષા

જેએમએમના કાર્યકારી

પ્રમુખ હેમંત સોરેને બે બેઠકો બરહેટ અને દુમકાથી ચૂંટણી લડી રહ્યા છે. 2014ની વિધાનસભાની ચૂંટણીમાં પણ હેમંત સોરેન દુમકા અને બરહેટ બેઠકો પરથી ચૂંટણી લડ્યા હતા પરંતુ દુમકા બેઠક પર ભાજપના લુઇસ

મરાંડી સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પરિણામ એ આવ્યું કે ભાજપે લુઇસ મરાંડીને

પ્રધાન બનાવ્યા હતા. ત્યારે

આ વખતની ચૂંટણીમાં ફરી વખત સૌની નજર આ બંને બેઠકો પર રહેલી છે. વિધાનસભાની દરેક

બેઠકોનું પરિણામ 23 ડિસેમ્બરે જાહેર થશે.

Next Story