Connect Gujarat
Featured

પ્રથમ વખત દેશમાં 3.32 લાખ નવા કોરોના કેસ સામે આવ્યા, 2263 દર્દીઓના મૃત્યુ

પ્રથમ વખત દેશમાં 3.32 લાખ નવા કોરોના કેસ સામે આવ્યા, 2263 દર્દીઓના મૃત્યુ
X

કોરોના સંક્રમણમુદ્દે ભારતે હવે અમેરિકાને પણ પાછળ છોડી દીધું છે. વિશ્વમાં સૌથી વધુ કેસ ભારતમાંઆવી રહ્યા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 332,730 નવા કોરોના કેસ આવ્યા છે અને 2263 સંક્રમિત લોકોએ પોતાનો જીવ ગુમાવ્યોછે. જો કે 193,279 લોકો પણ કોરોનાથી સાજા થયા છે. આ પહેલાબુધવારે દેશમાં 314,835 નવા કેસ નોંધાયા હતા. 8 જાન્યુઆરીએ યુ.એસ.માં 8 જાન્યુઆરીએ મહત્તમ ત્રણ લાખ સાત હજાર કેસ નોંધાયા હતા. દેશમાં સતત નવમાં દિવસે કોરોનાના 2 લાખથીવધારે કેસ નોંધાયા હતા અને ત્રીજા દિવસે 2000થી વધારે લોકોએપોતાનો જીવ ગુમાવ્યો હતો. ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 24 લાખનેપાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસનીસંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.

દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે.અત્યાર સુધીમાં 13 કરોડ 23 લાખ30 હજાર 644 ડોઝ આપવામાં આવ્યા છે.

કોરોનાના આંકડામાં આવી રહેલો આ ઉછાળો ખૂબ જ ચિંતાજનક છે. મહારાષ્ટ્રબાદ હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ કોરોનાના રેકોર્ડ કેસનોંધાઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે ભારતમાં કોવિડ-19નાદૈનિક કેસમાંથી 82 ટકાથી વધુ કેસ 10 રાજ્યોમાંથી જ છે. તેમાં મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, મધ્યપ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાતઅને રાજસ્થાનનો સમાવેશ થાય છે.

Next Story