/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/09/033eedcc-ec9f-4cfd-ab93-1d480c1f37e2.jpg)
અંકલેશ્વર શહેર પોલીસે મહિલા સહિત રિક્ષા ચાલકની પણ અટકાયત કરી હતી.
અંકલેશ્વર શહેર પોલીસે એસટી ડેપો પાસેથી રિક્ષામાં દારૂના જથ્થા સાથે એક મહિલાને ઝડપી પાડી હતી. પોલીસે મહિલા સહિત રીક્ષા ચાલકની પણ અટકાયત કરી હતી. પોલિસે રિક્ષા અને દારૂ મળી કૂલ રૂપિયા 52 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસ સુત્રીય માહિતી મુજબ અંકલેશ્વર શહેર પોલીસને મળેલી બાતમીના આધારે શહેરના એસટી ડેપો પાસે વોચ ગોઠવી હતી. વોચ દરમ્યાન રિક્ષા નંબર. Gj 16 w 7771 આવતાં પોલીસે તેને રોકી તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો ભરેલા થેલા મળી આવ્યા હતા. પોલીસે રિક્ષામાં સવાર નવસારીના ગણદેવીની બુટલેગર દમયંતિબેન ગજ્જર તથા અંકલેશ્વરના રીક્ષા ચાલક નિઝામુદ્દીન ગુલામનબી શેખની અટકાયત કરી હતી. જ્યારે અંકલેશ્વરના ફાંસી ફળિયામાં રહેતો સમીર નામનો ઈસમ ફરાર થઈ ગયો હતો.
પોલીસે 12 હજારની કિંમતના 120 નંગ પાઉચ તેમજ 40 હજારની કિંમતની રીક્ષા મળી કુલ રૂપિયા 52 હજારનો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.