Connect Gujarat
Featured

ગાંધીનગર: મહેશ-નરેશની બેલડીનો અંત, મહેશ કનોડિયાનું 83 વર્ષની વયે નિધન

ગાંધીનગર: મહેશ-નરેશની બેલડીનો અંત, મહેશ કનોડિયાનું 83 વર્ષની વયે નિધન
X

લાંબી માંદગી બાદ ગુજરાતી સુપર સ્ટાર નરેશ કનોડિયાના મોટા ભાઈ મહેશ કનોડિયાનું ગાંધીનગર ખાતે અવસાન નિપજતા ફિલ્મજગતમાં શોકની લાગણી વ્યાપી છે.

ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટાર રહી ચૂકેલા અને પૂર્વ ધારાસભ્ય એવા નરેશ કનોડિયા હાલ કોરોનાગ્રસ્ત છે. નરેશ કનોડિયા યુએન મેહતા હોસ્પિટલમાં વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે. આ વચ્ચે એક દુખદ સમાચાર ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે આવી રહ્યા છે. નરેશ કનોડિયા મોટા ભાઈ અને જાણીતા ગાયક, ગીતકાર અને સંગીતકાર મહેશ કનોડિયાનું 83 વર્ષની ઉંમરે નિધન થયું છે. ગાંધીનગરમાં મહેશ કનોડિયાએ અંતિમ શ્વાસ લીધા છે. મહેશ અને નરેશની બેલડી ગુજરાતી ફિલ્મ જગતમાં સંગીત માટે અનોખી નામના ધરાવે છે. છેલ્લા ત્રણ દશકથી ગુજરાતીઓના દિલ પર રાજ કરે છે. અનેક ફિલ્મોમાં મેલ અને ફિમેલ બંને વોઇસમાં કંઠ આપી ચૂક્યા હતા મહેશ. અને 32 અવાજમાં ગીતો ગાવાની પણ સિધ્ધી તેમના નામે છે.તેઓ મોહમ્મદ રફીથી લઈને સોનું નિગમ સુધીના અવાજમાં કંઠ રેલાવતા અનેક કાર્યક્રમોમાં નજરે પડ્યા છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમનું મહત્વનુ યોગદાન રહ્યું છે. તેમણે પદ્મ શ્રી પુરસ્કાર પણ મળી ચૂક્યો છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સંગીત પીરસવાની સાથે સાથે તેઓ રાજનીતિમાં પણ સક્રિય રહ્યા હતા. તેઓ પાટણથી લોકસભા બેઠકના સાંસદ રહી ચૂક્યા છે. આજે લાંબી માંદગી બાદ મહેશ કનોડિયાનું ગાંધીનગર ખાતે અવસાન થયું છે. આ ખબરથી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સહિત સમગ્ર રાજ્યમાં શોકની લાગણી વ્યાપી છે. આજે આ દુખદ સમાચાર આવતા સોશિયલ મીડિયામાં લોકોએ શ્રધ્ધાંજલિ પાઠવી શોક વ્યક્ત કર્યો હતો.

Next Story