Connect Gujarat
Featured

ગાંધીનગર : ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુમાં આંશિક રાહત ,જુઓ રાજ્ય સરકારની નવી એસ.ઓ.પી.માં શું છે

ગાંધીનગર : ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુમાં આંશિક રાહત ,જુઓ રાજ્ય સરકારની નવી એસ.ઓ.પી.માં શું છે
X

રાજ્ય સરકાર દ્વારા ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ યથાવત રાખવામા આવ્યું છે. જો કે કર્ફ્યુના સમયમાં એક કલાકનો ઘટાડો કરવામાં આવ્યો છે તો સામાજિક પ્રસંગમાં મહેમાનોની સંખ્યા 100 સુધી સિમિત હતી જેને વધારીને હવે 200 કરી દેવામાં આવી છે.

કોરોના મહામારી વચ્ચે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. રૂપાણી સરકારે કર્ફ્યુ અને લગ્ન પ્રસંગો તથા સામાજિક કાર્યક્રમોમાં મહેમાનોની સિમિત સંખ્યાને લઇને પણ મહત્વનો નિર્ણય લીધો છે. 15 ફેબ્રુઆરીથી કર્ફ્યૂમાં પણ રાહત આપવામાં આવી છે. 15 ફેબ્રુઆરીથી ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કર્ફ્યૂનો સમય રાતના 11થી સવારના 6 વાગ્યા સુધીનો રહેશે.

આ સાથે જ લગ્ન પ્રસંગ કે કોઇ સામાજિક પ્રસંગમાં મહેમાનોની સંખ્યા 100 સુધી સિમિત હતી જેને વધારીને હવે 200 કરી દેવામાં આવી છે. રાજ્ય સહિત દેશમાં કોવિડ-19 સંક્રમણને રોકવા અંગેની ભારત સરકારના ગૃહ મંત્રાલયે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના નિર્દેશો મુજબ. ૨૭ જાન્યુઆરીના બહાર પાડેલી માર્ગદર્શિકાનું ગુજરાતમાં પણ ચુસ્તપણે પાલન તા. ૧ લી ફેબ્રુઆરીથી તા. ૨૮ ફેબ્રુઆરી-૨૦૨૧ સુધી કરવાનું રાજ્ય સરકાર દ્વારા નિયત કરવામાં આવ્યું છે. ગૃહના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે રાજ્ય સરકારના આ નિર્ણયની જાહેરાત કરી હતી આમ છતાં, Covid-19 સંક્રમણને રોકવા અને સંપૂર્ણપણે નાબૂદ કરવા સાવચેતી, સતકર્તા તેમજ નિયત કન્ટેન્મેન્ટ સ્ટ્રેટેજીનું પાલન આવશ્યક છે.

Next Story