Connect Gujarat
Featured

ગાંધીનગર : દારૂની મહેફિલમાં પોલીસના દરોડા, જુઓ કોણ ઝડપાયું?

ગાંધીનગર : દારૂની મહેફિલમાં પોલીસના દરોડા, જુઓ કોણ ઝડપાયું?
X

ગાંધીનગર પોલીસે બાતમીના આધારે સાંતેજના ફાર્મ હાઉસમાં નબીરાઓની દારૂની મહેફિલ પર રેડ કરી જેમાં અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલના દીકરા સહિત 20 નબીરાઓ ઝડપાયા છે. તો મોંઘા ભાવની દારૂની બોટલો પણ કબ્જે કરવામાં આવી છે.

ગાંધીનગરના સાંતેજના શ્રમદીપ ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ ઝડપાઇ છે. જેમાં 20 જેટલા નબીરા દારૂ મહેફિલમાં માણતા ઝડપાયા છે. માનુસ દેસાઈના જન્મ દિવસની પાર્ટીની ઉજવણીમાં દારૂની મહેફિલ યોજાઈ હતી. પેટ્રોલીગ દરમિયાન પોલીસને માહિતી મળતા રેડ પાડવામાં આવી હતી. મહેફિલમાં પકડાયેલ નબીરાઓ ઉદ્યોગપતિઓના દિકરાઓ હોવાનું સામે આવ્યું છે. પોલીસે મોંઘી દાટ દારૂની બોટલ અને લક્ઝુરિયસ કાર કબ્જે કરી છે. પાર્ટીમાં દારૂના નશામાં રહેલ રાજકીય નેતાનો દીકરો પણ ઝડપાયો હતો.

આ મહેફિલમાં ગાંધીનગર શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલનો દીકરો પણ નશામાં ધુત મળી આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પ્રમુખના પુત્ર સહિત અન્ય માલેતુજાર પરિવારના 20 નબીરાઓ પણ ઝડપાયા છે. પોલીસે તમામની ધરપકડ કરી દારૂ ક્યાંથી આવ્યો અને કોણે સપ્લાય કર્યો છે તે દિશામાં તપાસ શરૂ કરી છે. નબીરાઓ ઝડપાતા સાંતેજ પોલીસ સ્ટેશને પરિવારના સભ્યો પોહ્ચ્યા હતા.

Next Story