Connect Gujarat
સમાચાર

ગીર સોમનાથ : સિંહની પાછળ હોર્ન વગાડી બાઇક દોડાવી, સિંહોની પજવણીથી લોકોમાં રોષ

ગીર સોમનાથ : સિંહની પાછળ હોર્ન વગાડી બાઇક દોડાવી, સિંહોની પજવણીથી લોકોમાં રોષ
X

સમગ્ર વિશ્વમાં એશિયાટીક સિંહ માત્ર ગુજરાતના ગીરના જંગલમાં જોવા મળે છે ત્યારે સિંહોના સંવર્ધનના બદલે કેટલાક ટીખળબાજો સિંહોની પજવણી કરી રહયાં છે. હાલમાં સિંહોની પાછળ બાઇક દોડાવી હેરાનગતિ કરતાં યુવાનોનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહયો છે.

ગીરના જંગલોમાં સિંહ અને માનવીઓ એકબીજાના પર્યાય બની ગયાં છે. સ્થાનિક લોકો સિંહોની ખુબ કાળજી રાખી રહયાં છે પણ કેટલાક ટીખળબાજો વિકૃત આનંદ મેળવવા સિંહોની પજવણી કરી રહયાં છે. હાલ ગુજરાત રાજ્યના ગૌરવ એવાં સિંહની પાછળ હોર્ન વગાડી બાઇક દોડાવી હોવાનો વિડીયો વાયરલ થઇ રહયો છે. આ વિડીયો બાબતે પ્રકૃતિ પ્રેમી રવિરાજભાઇ સાંડસુર સાથે વાતચીત કરતાં જણાવ્યા પ્રમાણે હાલ આ વિડીયો કયાંનો છે તેની વિગતો બહાર આવી નથી. વન વિભાગની ટીમે વિડીયોના આધારે સિંહની પજવણી કરનારા યુવાનોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

Next Story