Connect Gujarat
Featured

ગીર સોમનાથ : તલાલાના 17 હજાર મતદારોને મળશે વીમા સુરક્ષા કવચ, પાલિકા ભરશે પ્રિમિયમ

ગીર સોમનાથ : તલાલાના 17 હજાર મતદારોને મળશે વીમા સુરક્ષા કવચ, પાલિકા ભરશે પ્રિમિયમ
X

રાજયમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણીઓ યોજાવા જઇ રહી છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાની તલાલા નગરપાલિકાએ મતદારોને રીઝવવા ગજબનો તુકકો અજમાવ્યો છે. પાલિકાએ 17 હજાર જેટલા મતદારો માટે અકસ્માત વીમા પોલીસી ખરીદી છે અને તેનું એક વર્ષનું પ્રિમિયમ પણ નગરપાલિકાની તિજોરીમાંથી ભરાશે.

ગીર સોમનાથ જીલ્‍લાની તાલાલા નગરપાલિકાને ચુંટણી પહેલાં મતદારોની યાદ આવી છે. પાંચ વર્ષની ટર્મ પુર્ણ થયા બાદ હવે નગરપાલિકાની ચુંટણી આવી રહી છે ત્યારે મતદારોને રીઝવવા માટે પાલિકાએ મતદારોને વીમા પોલીસીની ભેટ આપી છે. તલાલા પાલિકાના સભ્ય ભુપત હિરપરાના જણાવ્યા અનુસાર તાલાલા શહેરમાં છ વોર્ડમાં વસવાટ કરતા કુલ 17,659 મતદારોની સુખાકારીને લઇ રૂ.એક લાખની અકસ્માત વિમા પોલીસી આપવાનો નિર્ણય લેવાયો છે.

અકસ્‍માત પોલીસીનું એક વર્ષનું ભરવાનું થતુ પ્રમિયમ પણ પાલિકા ભરશે. 17,659 મતદારોની પોલીસી માટે રૂ.22 લેખે કુલ રકમ રૂ.3,88,498 ની રકમનો ચેક પાલિકા પ્રમુખ ઉષાબેન લક્કડ, અમિત ઉનડકટ, ચીફ ઓફિસર જે.બી દૂસરાના હસ્તે વીમા કંપનીને આપવામાં આવ્યો છે. પોલીસીના એક વર્ષના સમયગાળા દરમ્‍યાન કોઈ મતદારનું અકસ્માતમાં અવસાન થશે તો રૂ.એક લાખની રકમનો ચેક અર્પણ કરવાની કામગીરી કરવામાં આવશે.

Next Story