Connect Gujarat
Featured

અમદાવાદ : કોરોનાની કસોટીમાં પરીક્ષા "નાપાસ", ધોરણ-12ની પરીક્ષા પણ મોકુફ

અમદાવાદ : કોરોનાની કસોટીમાં પરીક્ષા નાપાસ, ધોરણ-12ની પરીક્ષા પણ મોકુફ
X

કોરોનાની મહામારીના કારણે ધોરણ-10 બાદ હવે ધોરણ -12ની પરીક્ષાઓ પણ રદ કરવામાં આવી છે. બુધવારના રોજ મળેલી કેબીનેટની બેઠકમાં પરીક્ષા રદ કરવા અંગેનો નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીધો હતો.

રાજય સરકારે ધોરણ -12ની પરીક્ષાઓ પહેલી જુલાઇથી શરૂ થશે તેવી જાહેરાત કરી ટાઇમટેબલ પણ બહાર પાડી દીધું હતું. ધોરણ -12ની પરીક્ષાની તારીખ જાહેર થયા બાદ વાલીઓ અને શાળા સંચાલકોએ વિરોધ કર્યો હતો. બુધવારના રોજ ગાંધીનગરમાં કેબિનેટની બેઠકમાં શિક્ષણ મંત્રી અને વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા બાદ ધોરણ -12ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યો હતો.

વિદ્યાર્થીઓની માનસિક અને આરોગ્ય સ્થિતિને ધ્યાને લઇ આ નિર્ણ્ય કરવામાં આવ્યો હોવાનું શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું. અમારા સંવાદદાતા મયુર મેવાડાએ અમદાવાદના વાલીઓ અને વિદ્યાર્થીઓના મંતવ્યો જાણવાનો પ્રયાસ કર્યો હતો.

Next Story