Connect Gujarat
સમાચાર

ગુજરાત : કૉંગ્રેસએ પાંચ બેઠકો પર ઉમેદવારોની કરી જાહેરાત, વાંચો કોને ક્યાંથી મળી ટિકિટ

ગુજરાત : કૉંગ્રેસએ પાંચ બેઠકો પર ઉમેદવારોની કરી જાહેરાત, વાંચો કોને ક્યાંથી મળી ટિકિટ
X

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કૉંગ્રેસે આઠ બેઠકો પૈકી પાંચ બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. મોરબી,ધારી,કરજણ,અબડાસા અને ગઢડા બેઠક પરથી કૉંગ્રેસે ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.

મોરબી બેઠક પરથી જયંતિ જયરાજને ટિકિટ આપવામાં આવી છે. ધારી બેઠક પરથી કૉંગ્રેસે સુરેશ કોટડિયાને ટિકિટ આપી છે. ગઢડા બેઠક પરથી મોહન સોલંકીના નામની જાહેરાત કરી છે.

કરજણ બેઠક પરથી કિરિટસિંહ જાડેજા,અબડાસા બેઠક પરથી શાંતિલાલ સેંઘાણીના નામની જાહેરાત કરી છે.

ડાંગ,કપરાડા અને લીંબડી બેઠકો પર કૉંગ્રેસે હજુ સુઘી ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા.

8 બેઠકો પર ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી 3 નવેમ્બરે યોજાશે. 9 ઓક્ટોબરથી ઉમેદવારી માટે ફોર્મ ભરી શકાશે. 16 ઓક્ટોબર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. તો 19 ઓક્ટોબર ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ છે. જ્યારે 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે.

Next Story