Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વરઃ રાષ્ટ્રપતિ દ્વારા સમ્માન પ્રાપ્ત કરનાર પોલીસ મેડલની યાદીમાં 4 ગુજરાતી

અંકલેશ્વરઃ રાષ્ટ્રપતિ દ્વારા સમ્માન પ્રાપ્ત કરનાર પોલીસ મેડલની યાદીમાં 4 ગુજરાતી
X

અંકલેશ્વર શહેર પોલીસ મથકમાંથી બઢતી સાથે સુરતમાં ફરજ બજાવતા પીઆઈ એન.ડી. ચૌધરીનો પણ સમાવેશ

દેશનાં 72માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ મેડલની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતના ચાર પોલીસ અધિકારીઓનો સમાવેશ થાય છે. આ યાદીમાં અંકલેશ્વરમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવી હાલમાં સુરત ખાતે પીઆઈ તરીકે ફરજ બજાવતા એન.ડી. ચૌધરીનો પણ સમાવેશ થાય છે.

તો અમદાવાદને ટ્રાફિક મુક્ત કરાવનારી ટીમના એ.સી.પી. દીપક વ્યાસનું પણ નામ આ યાદીમાં સામેલ છે. આ ઉપરાંત IGP આર.બી. બ્રહ્મભટ્ટ, પૂનમ ગેહલોત(આસિસ્ટન્ટ ડાયરેક્ટર એન્ટી કરપ્શન બ્યુરો) અને પી.આઈ.(સુરત) ચૌધરી નરસંગભાઈને સન્માનિત કરવામાં આવશે.

સ્વાતંત્ર્ય દિન નિમિત્તે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતા પોલીસ મેડલની પણ યાદી જાહેર થઈ છે. વર્ષ 2016-17 માટે યુનિયન મિનિસ્ટર્સ મેડલ ફોર એક્સેલન્સ ઈન પોલિસ ટ્રેનિંગ હેઠળ મેડલ આપવામાં આવશે. આ તાલીમ શ્રેષ્ઠતા મેડલ મેળવનારા પોલીસ કર્મીઓમાં કે.આર. પટેલ (કરાઈ ખાતેની ગુજરાત પોલીસ એકેડમીમાં પી.એસ.આઈ. ), એ.જે. નિમાવત (કરાઈ ખાતે SRP ટીસી ચોકીમાં એડીઆઈ) અને સી.આર. સોલંકી (વડોદરા ખાતે પોલીસ ટ્રેઈનિંગ સ્ક્વોડ)નો સમાવેશ થાય છે.

15 ઓગષ્ટે રાજ્યમાં પોલીસ એવોર્ડની યાદિમાં સમાવિષ્ટ અધિકારીઓ

  • કે જી ભાટી, જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ ક્રાઈમ એન્ડ ટ્રાફીક વડોદરા
  • એસ એફ વાઢેર, ડીએસપી, હેડક્વાર્ટર નર્મદા રાજપીપળા
  • એમ જે સોલંકી, ડીવાય.એસપી, હેડક્વાર્ટર ગાંધીનગર
  • દિગ્વિજયસિંહ પી. ચુડાસમા, આસી. ડાયરેક્ટર, હેડક્વાર્ટર એસીબી અમદાવાદ
  • પી પી વ્યાસ, ડીવાયએસપી, સીએમ સિક્યુરિટિ ગાંધીનગર
  • આર. પી. વિષ્ણુંપ્રસાદ, આર્મ્ડ ડીવાયએસપી
  • કે.વી. પરીખ, આર્મ્ડ ડીવાયએસપી, એસઆરપીએફ
  • બી બી બાંભણીયા, આર્મ્ડ ડીવાયએસપી, એસઆરપીએફ
  • હેમુભાઈ સોલંકી, PI, એટીએસ અમદાવાદ
  • રાજપુત અશોક કુમાર સુરજસિંઘ, આર્મ્ડ પીઆઈ
  • અશોકકુમાર બી. ગીડા, પીએસઆઈ, રાજકોટ
  • મહેન્દ્ર જેઠવા, એએસઆઈ, જામનગર
  • હિમ્મતકુમાર જે. પરમાર, એએસઆઈ, અમદાવાદ
  • વી. એસ. રાઠોડ, એએસઆઈ, થરાદ
  • અરવિંદ કાશિનાથ થોરાટ, એએસઆઈ, વડોદરા
  • રહેમતઉલ્લાહ બહેલીમ, એએસઆઈ, ગાંધીનગર
  • મનોજકુમાર કે. દહિવેલ્કર, એએસઆઈ, સુરત
  • નામદેવસિંહ જાડેજા, એએસઆઈ,જામનગર
  • ઈમ્તિયાઝ હુસૈન મંસુરી, હેડ કોન્સટેબલ, સુરત
  • ફારુકભાઈ યાકુબભાઈ પટેલ, હેડ કોન્સ્ટેબલ, મોરબી સીટી
  • મુકેશભાઈ દરજી, હેડ કોન્સ્ટેબલ, ડીસ્ટ્રીક્ટ ટ્રાફીક બ્રાન્ય પાલનપુર
  • પ્રવિણકુમાર ચુનીલાલ લિંબાચિયા, કોન્સ્ટેબલ, વડોદરા
  • હરેશ ઈંગલે, પીએસઓ સીએમ સિક્યુરિટી, ગાંધીનગર
  • મહેશચંદ્ર કેશવજી ભાલરા, એએસઆઈ,જામનગર

Next Story