સમગ્ર ગુજરાત માં ઉતરાયણ ની હર્ષભેર ઉજવણી

45

સુરત ઉતરણના દિવસે સવારથીજ સુરતીઓ પતંગ ચગાવવા ટેરેસ પર પહોંચ્યા હતા. બીજી તરફ સુરતીઓ ઉંધ્યુંફાફડાજલેબીતલના લાડુ અને ચીકી લેવા ઉમટ્યા હતા. સાકરીયા પાપડીથઈ તૈયાર થયેલું ઉંધ્યું અને ફાફડા માટે તો રીત સરની કતારો જોવા મળી હતી

સવારથીજ લોકો કતારમાં લાગી ગયા હતા. તો બીજી તરફ ટેરેસ પર કાયપો છે ની ચીસો સાંભળવા મળી હતી. પતંગની મજા માણવાની સાથે વિભિન્ન વ્યંજનોનું સુરતીઓ સૌથી પહેલા વ્યવસ્થા કરતા હોય છે.

તો આતરફ ભરુચ અને વડોદરા તેમજ અમદાવાદ ના ટેરેસ પર પણ ડીજે ને તાલે લોકો ઝૂમી ઉઠ્યા હતા,અને આખો આકાશ રંગ બે રંગી પતંગ થી છવાયેલો જોવા મળ્યો હતો  

LEAVE A REPLY