જૂનાગઢ : વિસાવદર સીમમાં 8 વર્ષની માસુમ બાળકી પર સિંહનો હુમલો

જૂનાગઢ જિલ્લાના વિસાવદર સીમમાં એક સિંહે 8 વર્ષની માસુમ બાળકી પર હુમલો કર્યો હતો,સિંહના હુમલામાં ઇજાગ્રસ્ત બાળાને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

New Update

જૂનાગઢ જિલ્લાના વિસાવદર સીમમાં એક સિંહે 8 વર્ષની માસુમ બાળકી પર હુમલો કર્યો હતો,સિંહના હુમલામાં ઇજાગ્રસ્ત બાળાને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

જૂનાગઢ જિલ્લાના વિસાવદર સીમ વિસ્તારમાં એક સિંહ શિકારની શોધમાં આવી ચઢ્યો હતો,વહેલી સવારે 8 વર્ષીય પાયલ નામની બાળકી નજીકમાં જ હતી,ત્યારે અચાનક સિંહે પાયલ પર હુમલો કર્યો હતો,જોકે સ્થાનિક લોકોએ સિંહનો પ્રતિકાર કરતા તે ભાગી ગયો હતો,પરંતુ સિંહના હુમલામાં પાયલ ગંભીર રીતે ઘાયલ બનતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી,અને ઘટના અંગે વન વિભાગને પણ જાણ કરવામાં આવી હતી.  
Latest Stories