Connect Gujarat
ગુજરાત

રાજ્ય સરકારની કેબિનેટની પ્રથમ બેઠકમાં લેવાયો મોટો નિર્ણય; કુદરતી આફતોમાં ચૂકવાતી સહાયમાં જંગી વધારો

રાજ્ય સરકારની કેબિનેટની પ્રથમ બેઠકમાં લેવાયો મોટો નિર્ણય; કુદરતી આફતોમાં ચૂકવાતી સહાયમાં જંગી વધારો
X


રાજ્યમાં નવી સરકાર બન્યા પછી એક બાદ એક મોટા નિર્ણય લેવામાં આવી રહ્યા છે નવા મંત્રીઓને ખાતાની ફાળવણી બાદ આજે પ્રથમ વખત કેબિનેટ ની બેઠક મળી હતી. સીએમ ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલ આ બેઠકમાં અનેક નિર્ણય લેવામાં આવ્યા તેમાં સૌથી મોટો નિર્ણય કુદરતી આફતોમાં ચૂકવાતી સહાયમાં વધારો કરવાનો છે.

રાજ્ય સરકાર દ્વારા હવે કુદરતી આફતોમાં અપાતી સહાયમાં જંગી વધારો કરવામાં આવ્યો છે. આમ સરકાર પૂર પીડિતોની વહારે સરકાર આવી છે. ઘરવખરી સહાય વધારીને 7 હજાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, તો અંશત: કાચા મકાનો માટે રૂ.10 હજારની સહાય કાચા મકાનો માટે 9800 રૂપિયાની સહાય મળશે. દુધાળા પશુઓ માટે સહાય 30 હજારથી વધારીને 50 હજાર કરાઈ દૂધાળા પશુઓની સહાય મર્યાદામાં વધારો કરાયો. હવે 3ના બદલે 5 પશુઓ હોય તેને સહાય મળશે ઘેટા બકરા દીઠ 5 હજારની સહાય, ઝુંપડામાં રહેતા લોકોને 10 હજારની સહાય આપવામાં આપવામાં આવશે. આમ પાછલી સરકાર નિર્ણયમાં નવી સરકાર અનેક ફેરબદલ કરી રહી છે. વિધાનસભા 2022 ચૂંટણી પહેલા સરકાર પોતાની સંવેદનશીલતા દેખાડવા માંગે છે.

Next Story