Connect Gujarat
ગુજરાત

અદાણી ફાઉન્ડેશને નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં પુસ્તકાલયની સ્થાપના કરી

અદાણી ફાઉન્ડેશને નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં પુસ્તકાલયની સ્થાપના કરી
X

ભરૂચના ગ્રામીણ વિસ્તારમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં યુવાનોને ઘર આંગણે સુવિધા મળે એ આશયથી અદાણી ફાઉન્ડેશન, દહેજ દ્વારા ભરૂચ જિલ્લાના અંતરિયાળ એવા નેત્રંગ તાલુકાના નાનકડા એવા થવા ગામમાં સંપૂર્ણ સુવિધાયુક્ત લાઈબ્રેરીનું આજે હજીરા અને દહેજ અદાણી પોર્ટના સીઈઓ અનિલ કિશોર સિંહના હસ્તે સ્થાનિક આગેવાનોની હાજરીમાં કરાઇ.

નેત્રંગ આસપાસના ગામોના 100થી વધુ વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેતા હોય છે. પરંતુ આર્થિક સ્થિતિ અને વાંચન સામગ્રીની સુવિધાના અભાવે આ પરીક્ષાઓમાં એમનું પ્રદર્શન બહુ સારું નથી રેહતું. જિલ્લા વહીવટીતંત્ર અને સ્થાનિક અગ્રણીઓ થકી થવા ગામમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં યુવાનો માટે પૂરતી વ્યવસ્થા, સંદર્ભ સાહિત્ય સાથેની સંપૂર્ણ સુવિધા સાથેના પુસ્તકાલયમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજીના પુસ્તકો ઉપલબ્ધ કરવાયા છે. આ પુસ્તકાલયોમાં અભ્યાસક્રમ પુસ્તકો ઉપરાંત જનરલ નોલેજ, મહાન વ્યક્તિઓના જીવનચરિત્ર, નવલકથાઓ અને અખબારો ઉપલબ્ધ છે. જેમાં વિદ્યાર્થીઓ જ્ઞાનની સીમાઓથી આગળ વધીને રોજબરોજની ઘટનાઓ વિશે અપડેટ મેળવશે. આજના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન અદાણી ફાઉન્ડેશન, દહેજ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે પુસ્તકાલયમાં વધુ પુસ્તકોની સાથે સમયાંતર વિષય નિષ્ણાંત વક્તા અને સલાકારોની શિબિરનું પણ આયોજન કરવામાં આવશે. અદાણી ફાઉન્ડેશનો ઉદ્દેશ્ય પરીક્ષાઓ પાસ કરનારા વિદ્યાર્થીઓને મદદરુપ થવાની સાથે સમાજ સાથે રહી એક ટકાઉ વિકાસમાં મદદ કરવામાં વિશ્વાસ રાખે છે.


આજે એકલવ્ય સાધના ઉતર બુનિયાદિ વિદ્યાલય – થવા ખાતે હજીરા અને દહેજ અદાણી પોર્ટના સીઈઓ અનિલ કિશોર સિંહ દ્વ્રારા રિબન કાપીને તેનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પુસ્તકલાયનો લાભ થવા ડેડિયાપાડા અને નેત્રંગ તાલુકાના વિદ્યાર્થીઓને યુપીએસસી, જીપીએસસી, રેલવે, બેંકિંગ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવામાં મદદ કરશે. કંકણકણી, બેડકંપની, મંડલા,નાના મંડલા, સરકોઈ, બરડા, ધોલેખમ, ફુલવાડી, નાનાજામુડા, અને મોટાજામુડા અને એમના આજુબાજુના ગામના 1500થી વિદ્યાર્થીઓને આ પુસ્તકાલયનો લાભ મળશે.

આ પ્રસંગે એકલવ્ય સાધના ઉતર બુનિયાદિ વિદ્યાલય – થવામાં એસએસસી અને એચએસસીમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓ અને પોલીસ ભરતી પરીક્ષામાં સારા માર્ક પ્રાપ્ત કરનાર સ્થાનિક યુવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અદાણી પોર્ટ દહેજના સીઓઓ જગદિશ પટેલ, શાળા ટ્રસ્ટના પ્રમુખ યોગેશ જોશી, મંત્રી માનસિંહ, ટ્રસ્ટી રાજેંદ્ર્સિંહ માંગરોલા, શાળાના આચર્યા મનમોહનસિંગ યાદવ, શિક્ષકો અને અદાણી ફાઉન્ડેશનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story