Connect Gujarat
ગુજરાત

રાહુલ ગાંધી બાદ પ્રિયંકા ગાંધી પણ આવશે ગુજરાતમાં પ્રચાર માટે

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય દિગ્ગજોના આટાફેરા વધી રહ્યા છે. એક તરફ કેન્દ્રીય કક્ષાના મંત્રીઓ તથા પીએમ મોદી ખુદ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે

રાહુલ ગાંધી બાદ પ્રિયંકા ગાંધી પણ આવશે ગુજરાતમાં પ્રચાર માટે
X

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય દિગ્ગજોના આટાફેરા વધી રહ્યા છે. એક તરફ કેન્દ્રીય કક્ષાના મંત્રીઓ તથા પીએમ મોદી ખુદ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસ પણ ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસના રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ સક્રિય થશે.ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં પ્રિયંકા ગાંધી પણ આવશે પ્રિયંકા ગાંધી પણ ગુજરાત આવી શકે છે. 25 સપ્ટેમ્બર આસપાસ તેઓ ગુજરાત આવશે. આ પ્રવાસ દરમિયાન સભાનું પણ આયોજન થઇ શકે છે. આ દરમિયાન કોંગ્રેસના ઉચ્ચ નેતા અને હોદ્દેદારો સાથે બેઠક કરે તેવી શક્યતા છે.

5 સપ્ટેમ્બરથી રાહુલ ગાંધી પણ ગુજરાત પ્રવાસે આવશે. સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં ગુજરાત આવશે. ભારત જોડો યાત્રા પહેલા રાહુલ ગુજરાત પ્રવાસે આવશે. કોંગ્રેસના કાર્યકરો, હોદ્દેદારો સાથે એક દિવસીય બેઠકોનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત જનમિત્ર, સંગઠન હોદ્દેદારો, ધારાસભ્યો સાથે પણ બેઠકોનું આયોજન કરવામાં આવશે અને ચૂંટણી કેમ્પેઇન શ્રી ગણેશ કરશે. મિશન 2022 માટે કોંગ્રેસ તમામ વિધાનસભામાં પદયાત્રા કરશે. દરેક વિધાનસભા વિસ્તારમાં પરિવર્તન સંકલ્પ પદયાત્રા નું પણ આયોજન કરવામાં આવશે. દરેક વિધાનસભા મતવિસ્તારમાં 5 કિ.મી.ની પદયાત્રાનું આયોજન કરાયું છે.1 અને 2 સપ્ટેમ્બરે અલગ-અલગ વિસ્તારોમાં આ પદયાત્રા યોજાશે. અમદાવાદની 8 વિધાનસભામાં 1 સપ્ટેમ્બરે કોંગ્રેસ પદયાત્રા યોજાશે. 2 સપ્ટેમ્બરે પણ 8 વિધાનસભામાં પરિવર્તન સંકલ્પ પદયાત્રા યોજાશે

Next Story