Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : 7 વર્ષનો બાળક 14 ચુંબકીય મણકા ગળી ગયો, સિવિલ હોસ્પિટલમાં કરાય ઐતિહાસિક સર્જરી

7 વર્ષનું બાળક રમત-રમતમાં 14 જેટલા ચુંબકીય મણકા ગળી ગયું

અમદાવાદ : 7 વર્ષનો બાળક 14 ચુંબકીય મણકા ગળી ગયો, સિવિલ હોસ્પિટલમાં કરાય ઐતિહાસિક સર્જરી
X

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઐતિહાસિક જટીલ સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. 7 વર્ષનું બાળક રમત-રમતમાં 14 જેટલા ચુંબકીય મણકા ગળી ગયું હતુ. આ મણકા આંતરિક આકર્ષણના કારણે આંતરડામાં 7 કાણા પાડ્યા. હતા. જો, સમયસર આવી સર્જરી કરવામાં ન આવે તો બાળકના જીવને જોખમ હતું. પરંતુ ફરી એક વખત સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના નિષ્ણાંત તબીબોએ પોતાની નિપુણતાની ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે.



મૂળ રાજસ્થાનના પ્રેમજીભાઈ કે, જેઓ અમદાવાદમાં કેટરિંગનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો 7 વર્ષનો દીકરો કે જે ઘોરણ 2માં અભ્યાસ કરે છે. જે રમત રમતમાં 14 મણકા ગળી ગયો હતો. પરિવારજનોને આ વાતનો ખ્યાલ, ત્યારે આવ્યો જ્યારે બાળકની તબિયત નાદુરસ્ત બનતા તેને ખાનગી હોસ્પિટલમાં મેડિકલ તપાસ અર્થે લઇ ગયા, જ્યા પેટમાં વિવિધ ચુંબકીય મણકા હોવાનું સામે આવ્યું હતું. પરિવારજનો ચિંતાતુર બનતા સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગમાં આવી પહોંચ્યા. અહીના તબીબોએ બાળકનો એક્સ-રે અને સી.ટી. સ્કેન કરીને નિદાન કરતા જ્ઞાત થયું કે, બાળકના પેટમાં જુદા-જુદા 14 મણકા છે. જે હોજરી પછી આવેલા નાના આંતરડા સુધી પહોંચ્યા છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી અને તેમની ટીમ દ્વારા બાળકની સર્જરી હાથ ધરવામાં આવી હતી. સર્જરી દરમિયાન માલુમ પડ્યું કે, શરીરમાં રહેલા 14 મણકા આંતરિક આકર્ષણના કારણે ઘર્ષણ ઉત્પન્ન કરી રહ્યા હતા, અને આંતરડામાં 7 કાણા પાડ્યા હતા. જેના પરથી જ માલૂમ પડે કે, સર્જરી કેટલી જટીલ અને જોખમી રહી હશે. સિવિલ હોસ્પિટલના તબીબોએ 3 કલાકની ભારે જહેમત બાદ સમગ્ર સર્જરી સફળતાપૂર્ણ પાર પાડીને બાળકના શરીરમાં એક પછી એક એમ તમામ 14 મણકા બહાર કાઢ્યા અને બાળકને મોતના મુખમાંથી ઉગાર્યો હતો.

Next Story