Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : ATSને મળી વધુ એક મોટી સફળતા, 18 હથિયારો સાથે 9 લોકોની કરી ધરપકડ…

અમદાવાદ : ATSને મળી વધુ એક મોટી સફળતા, 18 હથિયારો સાથે 9 લોકોની કરી ધરપકડ…
X

રાજ્યમાં રથયાત્રા પૂર્વે ગુજરાત ATSએ થોડા દિવસ અગાઉ જ 28 જેટલા ઇસમોને 60 હથિયારો સાથે ઝડપી પાડ્યા હતા. આ મામલે અન્ય ઈસમો પાસે પણ હથિયાર હોવાની ATSને જાણકારી હતી, ત્યારે ATSએ વધુ 9 ઇસમોને 18 હથિયાર સાથે ઝડપી પાડ્યા છે.

ગુજરાત ATSએ થોડા દિવસ અગાઉ જેલમાં રહી પેરોલ જમ્પ કરેલા આરોપીઓને 4 હથિયાર સાથે ઝડપ્યા હતા. જેમાં આ આરોપીઓ ગેરકાયદે હથિયાર લાવીને સૌરાષ્ટ્રમાં વેચ્યા હોવાનું જાણવા મળ્યું હતું, ત્યારે ATSએ વિવિધ સ્થળે સર્ચ ઓપરેશન હાથ ધરી 28 લોકોને 60 ગેરકાયદે હથિયાર સાથે પકડ્યા હતા. આ ઉપરાંત અન્ય લોકોને પણ હથિયાર વેચ્યા હોવાની ATSને માહિતી મળી હતી. જેના આધારે ATSએ અલગ-અલગ ટીમ બનાવી વધુ 9 ઇસમોને 18 હથિયાર સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં સિધ્ધરાજ ચાવડા, મહેન્દ્ર ખાચર, કિશોર ધાંધલ, મહાવીર ધાંધલ, જયરાજ ખાચર, મહેન્દ્ર ખાચર, રાજુ જળું, રાજવીર અને વિપુલ ગાડલીયા નામના ઇસમોની સમાવેશ થાય છે, ત્યારે હાલ તો આ હથિયાર શા માટે રાખ્યા હતા તથા અત્યાર સુધી તેનો કોઈ ગુનામાં ઉપયોગ કર્યો છે કે નહીં, તે બાબતે ATSએ વધુ તપાસ હાથ ધરી છે.

Next Story