Connect Gujarat
ગુજરાત

અમદાવાદ: વૈષ્ણવદેવી જંકશન પર બનેલાં ફલાયઓવરનું લોકાર્પણ, વાહનચાલકોને રાહત

ગૃહમંત્રી અમિત શાહના હસ્તે બ્રિજનું લોકાર્પણ, 28 કરોડ રૂપિયાના ખર્ચે બનાવાયો છે ફલાયઓવર.

X

અમદાવાદમાં વધી રહેલી જનસંખ્યા તથા વાહનોને કારણે ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે. ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે વિવિધ સ્થળોએ ફલાયઓવર બનાવવામાં આવી રહયાં છે. વૈષ્ણવદેવી જંકશન ખાતે બનેલાં ફલાયઓવર બ્રિજને સોમવારના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ખુલ્લો મુકાયો હતો.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. અમિત શાહે ગાંધીનગર - સરખેજ હાઇવે પર રૂપિયા 28 કરોડના ખર્ચે દોઢ કિલોમીટર લાંબા ફ્લાય ઓવર બ્રિજનું ઉદઘાટન કર્યું છે. મહત્વનું છે કે આ ફ્લાયઓવર બ્રીજ ના કારણે ટ્રાફિકની સમસ્યા દેર થઈ જશે. 2016માં સરખેજ -ગાંધીનગર હાઇવે ઉપર 6 ઓવરબ્રિજ બનાવવાની મંજુરી મળી હતી જેના માટે 867 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. નવેમ્બર 2020 માં 6 પૈકી 2 ફલાય ઓવર ખુલ્લા મુકવામાં આવ્યા હતા. વૈષ્ણોદેવી સર્કલ પર ગાંધીનગર- અમદાવાદ ને જોડતો 1.5 કિલોમીટર લાંબો બ્રિજ આવતીકાલ મંગળવારના રોજથી વાહનવ્યવહાર માટે શરૂ કરી દેવામાં આવશે.

Next Story