અંગ્રેજોના સમયના અમલમાં રહેલા જૂના કાયદાઓ નાબૂદ
તા. 1 જુલાઈ 2024થી અમલમાં નવા 3 ફોજદારી કાયદા
કાયદા અંગે જનજાગૃતિ અભિયાન અંતર્ગત માર્ગદર્શન શિબિર
માર્ગદર્શન શિબિરમાં ગ્રામ્ય પોલીસ મહા અધિક્ષક ઉપસ્થિત
શિબિર દરમ્યાન મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ જોડાયા
અમદાવાદ જિલ્લાના સાણંદGIDC વિસ્તાર સ્થિત મેક્સિસ કંપની ખાતે ગ્રામ્ય-જિલ્લા પોલીસ તેમજ સાણંદ પોલીસ દ્વારા નવા 3 ફોજદારી કાયદા અંગે જનજાગૃતિ અભિયાન અંતર્ગત માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારત સરકાર દ્વારા દેશના આઈપીસી, ક્રિમિનલ પ્રોસિઝર કોડ તેમજ ભારતીય પુરાવાઓનો કાયદો જેવા અંગ્રેજોના સમયના અમલમાં રહેલા જૂના કાયદાઓ નાબૂદ કરીને તેના સ્થાને નવા કાયદાઓ અમલમાં મુકવામાં આવનાર છે. જેમાં ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા વિગેરે જેવા કાયદાઓ તા. 1 જુલાઈ 2024થી અમલમાં મુકવામાં આવ્યા છે..
ત્યારે અમદાવાદ જિલ્લાના સાણંદGIDC વિસ્તાર સ્થિત મેક્સિસ કંપની ખાતે ગ્રામ્ય-જિલ્લા પોલીસ તેમજ સાણંદ પોલીસ દ્વારા નવા કાયદા અંગે જનજાગૃતિ અભિયાન અંતર્ગત માર્ગદર્શન શિબિર યોજાય હતી. જે અંતર્ગત અમદાવાદ ગ્રામ્ય પોલીસ મહા અધિક્ષક ઓમ પ્રકાશ જાટ તેમજ કાયદા એક્ટના એક્સપર્ટ હાઇકોર્ટના એડવોકેટ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, લોકોમાં નવા કાયદા વિશે જાણકારી અને જાગૃતતા લાવવાના હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પોલીસ મહા અધિક્ષક ઓમ પ્રકાશ જાટ, ડીવાયએસપી નીલમ ગોસ્વામી, સાણંદ જીઆઇડીસીPI જે.આર.ઝાલા, PSI એસ.એસ.શેખ, PSI જે.એલ.રાયકા તેમજ પોલીસ સ્ટાફ, મેક્સિસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ઓનર વુ જ્યુનલીન, શાળાના વિદ્યાર્થીઓ, આસપાસના વિસ્તારના ગામના આગેવાનો, સરપંચો સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.