Connect Gujarat
ગુજરાત

અમદાવાદ: સરીયાના ત્રાસથી પરિણીતાની માનસિક સ્થિતિ થઈ ખરાબ,પોલીસ ફરિયાદ નોંધાઈ

અમદાવાદ: સરીયાના ત્રાસથી પરિણીતાની માનસિક સ્થિતિ થઈ ખરાબ,પોલીસ ફરિયાદ નોંધાઈ
X

અમદાવાદમાં ઘરેલુ હિંસાના રોજના અનેક કેસ મહિલા પોલીસ સ્ટેશન અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં દાખલ થતા હોય છે. પરંતુ આ તમામ કેસમાં લગ્નના એક વર્ષ પછી દહેજ, મારઝૂડ અને માનસિક ત્રાસ આપતા હોય તેવી ફરિયાદો થાય છે. પરંતુ આ ફરિયાદમાં લગ્નના પહેલાજ મહિનાથી પરિણીતાને સાસરિયાઓએ અસહ્ય ત્રાસ આપવા લાગ્યા હતા. શંકાશીલ સાસરિયા પરિણીતાના ચારિત્ર્ય પર શંકા-વહેમ રાખીને કોઈને મળવા કે વાતચીત કરવા દેતા ના હતા. ઉપરાંત દહેજ પેટે પિયરમાંથી રૂપિયા લઈ આવવા માટે દબાણ કરી ધમકી આપી હતી કે જો પોલીસ ને જાણ કરશે તો ઘરમાંથી ખરાબ સ્થિતિ કરીને કાઢી મૂકશે, કોઈને મોઢું બતાવવા લાયક નહિ રાખી શકે. અને ચોથા માળેથી ફેંકી દેવાની અને ખોટા આપઘાત કેસમાં ફસાવી દેશે.

આ મામલે અંતે કંટાળી પરિણીતાએ પતિ તેમજ સાસરિયા વિરુદ્ધ માં મહિલા વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતી મહિલાએ વર્ષ 2018માં સમાજ ના રીતિ રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા. જો કે લગ્નના એક જ મહિના બાદ તેના સાસરિયાએ તેને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. સાસરિયા અસુર માનસિકતા ધરાવતા હોવાથી ચારિત્ર્ય પર શંકા વહેમ કરીને પરિણીતાનો પીછો કરતા હતા. કોઈ સગા સંબંધી ના ફોન આવે તો તેમની વિરૂદ્ધ ચડાવશે તેવો વહેમ રાખી પરિણીતા સાથે ધૃણા રાખીને રોજ અપમાન કરતા હતા. અને કોઈને મળવા પણ જવા દેતા નહીં. સાથે જ દહેજ પેટે પિયરમાંથી રૂપિયા લઈ આવવા માટે દબાણ કરતા હતા. તેમજ તેઓની સામાન્ય રૂઢિઓ, ધર્મ, દેખાવ, બાળકો બાબતે તેમજ તેમના જ કહેલા વાક્યો સત્યમાંની અપનાવવા બાબતે માનસિક ત્રાસ આપતા હતા. પરિણીતાને ઘર ખર્ચ પણ આપતા ના હતા. તેનો પતિ તેને કહેતો હતો કે જો તું પૈસા નહીં લાવે તો તારા પગ નીચેથી જમીન ખેંચી લઈને તને જાનથી મારી નાખીશ. આમ અવાર નવાર ઝઘડા કરીને ઘરમાંથી કાઢી મૂકતા હતા. પરિણીતા ફોનમાં રેકોર્ડિંગ કરતી હોવાની આશંકા રાખીને તેનું ગળું દબાવવા પ્રયાસ કર્યો હતો. અને તેના પતિએ ફોન પણ તોડી નાખ્યો હતો. જો કે પરિણીતાએ પોલીસને જાણ કરતા તેના પતિએ ધમકી આપી હતી કે પોલીસને જો કંઇ કહ્યું છે તો તેની બધાએ મળીને કિંમત ચૂકવવી પડશે. કારણ કે પોલીસ અને કોર્ટ તેમના ખિસ્સામાં છે. અને જો પોલીસને ફોન કરશે તો ઘરમાંથી ખરાબ સ્થિતિ કરીને કાઢી મૂકશે. અને તેને તેના મોઢું બતાવા લાયક નહિ રાખે આ પ્રકારની ધમકી પણ આપવામાં આવી હતી. ત્યારે હાલમાં મહિલા પોલીસે આ સાસરિયાઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે.

Next Story