Connect Gujarat
ગુજરાત

સાપુતારામાં તમામ હોટલો હાઉસફૂલ; દિવાળી વેકેશન માણવા માટે હજારોની સંખ્યામાં સહેલાણીઓ ઉમટ્યા

સાપુતારામાં તમામ હોટલો હાઉસફૂલ; દિવાળી વેકેશન માણવા માટે હજારોની સંખ્યામાં સહેલાણીઓ ઉમટ્યા
X

દક્ષિણ ગુજરાતમાં આવેલા એવા ગિરિમથક સાપુતારા ખાતે કોરોનાના કપરા કાળ બાદ હાલ દિવાળીમાં સહેલાણીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. સાપુતારા ખાતે હજારોની સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા હતા ત્યારે સ્થાનિક વેપારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

આમતો ડાંગ જિલ્લાને અને ખાસ કરીને સાપુતારાને કોઈ ઓળખની જરૂર નથી સમગ્ર દેશમાંથી કુદરતની મજા માણવા લાખો સહેલાણીઓ આખા વર્ષ દરમિયાન અહીં આવતા હોય છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી કોરોનાના પગલે જાણે સાપુતારાને પણ ગ્રહણ લાગ્યું હોઈ તેમ તમામ વેપાર ધંધાઓ સરકાર દ્વારા અપાયેલ છૂટછાટ છતાં ઠપ થયા હતા. હાલ દિવાળી વેકેશન હોઈ ત્યારે સાપુતારા ખાતે સહેલાણીઓ મોટી સંખ્યામાં સાપુતારા ખાતે ઉમટી પડતા વેપારીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

સનસેટ પોઇન્ટ, પેરાગલાઈડિંગ, બોટિંગથી લઈ હોટલોમાં પણ બુકીંગ ફૂલ થવા પામ્યા છે, બીજી તરફ ડાંગ જિલ્લાની ઓળખ અને સ્થાનિકોની રોજીરોટી ગણાતા એવા ગૃહઉદ્યોગો જેવા કે નાગલી પાપડ, નાગલીના ભૂંગળા, બિસ્કિટ, અથાણાં સહિતની ખાદ્ય વસ્તુઓના વેચણમાં પણ વધારો જોવા મળ્યો હતો.

દક્ષિણ ગુજરાતમાં કુદરતના ખોળે વસેલા સાપુતારા ખાતે આખું વર્ષ સહેલાણીઓ ભીડ જોવા મળતી હોય છે અને ખાસ કરીને પેરાગલાઈડિંગ એ સહેલાણીઓ માત્ર આકર્ષણનું કેન્દ્ર હોઈ છે, હાલ મોટી સંખ્યામાં સહેલાણીઓ સાપુતારા ખાતે ઉમટી પડતા તમામ ફરવા લાયક સ્થળોએ લાઇનમાં ઉભા રહેવાની નોબત આવી છે , સાપુતારાનું પ્રખ્યાત ચોકલેટ, દ્રાક્ષ, તેમજ ડ્રાયફ્રુટ માર્કેટમાં પણ મોટી ભીડ જામી છે.

આમ તો ભાઈબીજના પર્વ બાદ સમગ્ર સુરત શહેર તેમજ જિલમાંથી હજારો પદયાત્રીઓ સિરડીની પદયાત્રાએ નીકળે છે ત્યારે બે વર્ષ બાદ પદયાત્રાને પણ છૂટછાટ મળતા હાલ આ વર્ષે પદયાત્રીઓ પન મોટી સંખ્યામાં સાપુતારા ખાતે આવી પહોંચશે અને તેઓની પણ ઘરાકી નાના મોટા વેપારીઓને લાગશે. ધુલિયા મહારાષ્ટ્રથી આવેલી મધુરા માલપાણીએ જણાવ્યું હતું કે, કોરોના કાળમાં અમે કંટાળ્યા હતા. ઘરમાં રહેવું ફરજિયાત હતું. ત્યારે બે વર્ષ બાદ અમે છૂટ સાથે સાપુતારામાં ફરી રહ્યા છીએ જેથી અમને ખૂબ આનંદ છે પરિવારના સભ્યો સાથે મળી બોટિંગ કરતા મજા આવી હતી.

Next Story