અમરેલી જિલ્લાના વડિયામા માત્ર ચાર માસની બાળકીને ગંભીર બિમારી થતાં પરિવારજનો પર આભ તુટી પડ્યું છે ત્યારે શ્રમિક ખેડૂત પરિવારની લાડલી વૃંદાની સારવાર માટે સોશિયલ મીડિયા થકી વ્હાલી દીકરી વૃંદાના માતાપિતા જીવ બચાવવા માટે મદદની ભીખ માગી રહ્યા છે...
કેટલીક બિમારીઓ એવી હોય છે કે જેની સારવાર વિદેશમાં જ થઇ શક્તી હોય છે અને તેનો ખર્ચો એટલો હોય છે કે જેની કલ્પના પણ પરિવાર કરી શક્તો નથી. સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી ટાઇપ-વન નામની આનુવંશિક બિમારી લાખોમાં એકાદ બાળકને જેાવા મળે છે જે વડીયાના એક શ્રમિક ખેડૂત પરિવારની 4 માસની બાળકી વૃંદાને થઈ છે જેનો ખર્ચો આ શ્રમિક ખેડૂત પરિવાર કરી શકે તેમ નથી જોકે સરકાર દ્વારા બેટી પઢાઓ બેટી બચાઓ અભિયાન શરૂ કરાયા છે એમની વચ્ચે આ 4 માસની વૃંદાના માતપિતાએ ગુજરાતની જનતા પાસે સોસીયલ મીડિયામાં મેસેજ મૂકીને મદદની ગુહાર લગાવી રહ્યા છે.
અગાઉ પણ ગુજરાતમાં આવી જ બિમારી સામે આવી હતી અને જેમાં પરિવારે સોશિયલ મીડિયા મારફતે મદદ માટે ગુહાર લગાવી હતી અને લોકોએ યથાશક્તિ મદદ કરી હતી અને તેના થકી બાળકની સારવાર કરાવવામાં આવી હતી જેના કારણે બાળક બચી ગયું હતું. હવે આવી જ બિમારીનો ભોગ માત્ર ચાર મહિનાની આ હીરપરા પરિવારની વ્હાલી દીકરી વૃંદા બની છે અને તેની સારવાર માટે પરિવારને સાડા સત્તર કરોડની રૂપિયાની જરૂર ઊભી થઈ છે. પરિવારે સોશિયલ મીડિયા મારફતે મદદની દીકરીને બચાવી લેવા મદદ માંગી છે