New Update
/connect-gujarat/media/media_files/2025/05/31/3rDHYGWeQXWQO6Req9ua.jpg)
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હકીકત મળી હતી કે નેત્રંગ પોલીસ મથકની હદમાં ચોરી થયેલ એક્ટીવા GJ-16-EC-7315 લઇને એક ઇસમ રાજપીપળા ચોકડી આજુબાજુ ફરે છે જેના આધારે આરોપી શિવા મુર્થી ચોટીનાયક ઉ.વ. ૩૦ હાલ રહે, પીપોદરા તા-માંગરોળ જી-સુરતની અટકાયત કરી તપાસ કરતા ચોંકાવનારા ખુલાસા થયા છે.
આરોપી તથા તેના સાગરીતોએ પીપોદરા નજીક પંક્ચર કરાવી રહેલ કારચાલકની કારમાંથી રૂ. 14 લાખ ભરેલ બેગની ચોરી કરી હોવાનું પણ બહાર આવ્યું છે.પોલીસે આરોપીને બી ડિવિઝન પોલીસને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.આ મામલામાં અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
Latest Stories