સમાન કામ,સમાન વેતન સહિતના પ્રશ્ને આશાવર્કર બહેનોનું તંત્રને આવેદન પત્ર

અમરેલી જિલ્લા આશાવર્કર બહેનોએ કલેક્ટર કચેરી ખાતે પોતાના પડતર પ્રશ્ને આવેદન પત્ર પાઠવી ન્યાયની માંગ કરી હતી.

New Update

અમરેલી જિલ્લા આશાવર્કર બહેનોએ કલેક્ટર કચેરી ખાતે પોતાના પડતર પ્રશ્ને આવેદન પત્ર પાઠવી ન્યાયની માંગ કરી હતી.

અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આશાવર્કર બહેનો દ્વારા રેલી સહિત સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લામાં કામ કરતી આશાવર્કર બહેનોએ સમાન કામ અને સમાન વેતન આપવામાં આવે તેવી રજૂઆત સાથે તંત્રને આવેદન પત્ર પાઠવ્યું હતું. આશાવર્કર બહેનોના વિવિધ માગણીઓ અને પડતર પ્રશ્નોને લઈને સરકાર સામે રોષ છેત્યારે વહેલી તકે માંગણી સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની આશાવર્કર બહેનોએ ચીમકી ઉચ્ચારી છે.

Latest Stories