અમરેલી: ખેડૂત પુત્રની સિદ્ધિ, GPSCમાં રાજ્યમાં બીજો ક્રમાંક મેળવ્યો

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કીડી ગામના ખેડૂત પુત્ર ત્રણ ત્રણ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ફેઈલ થયો હતો,જોકે અથાગ પરિશ્રમ થકી ખેડુત પુત્રએ આખરે GPSCની પરીક્ષા પાસ કરી બતાવી છે

New Update
Advertisment
  • અમરેલીના ખેડૂત પુત્રની ઝળહળતી સફળતા

  • ત્રણ સ્પર્ધાત્મક પરીક્ષામાં ફેઈલ થયા બાદ પણ હિંમત ન હારી

  • GPSC કલાસ ટુની પરીક્ષા પાસ કરીને મેળવી સફળતા

  • ગુજરાત રાજ્યમાં પરીક્ષામાં મેળવ્યો બીજો ક્રમાંક

  • દીકરાની સફળતાથી પરિવારની ખુશી બેવડાય 

Advertisment

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કીડી ગામના ખેડૂત પુત્ર ત્રણ ત્રણ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ફેઈલ થયો હતો,જોકે અથાગ પરિશ્રમ થકી ખેડુત પુત્રએ આખરે GPSCની પરીક્ષા પાસ કરી બતાવી છે,અને આખા ગુજરાત રાજ્યમાં બીજો નંબર પ્રાપ્ત કરીને સફળતાની સોનેરી સિદ્ધિ સર કરી છે.

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાનું કીડી ગામમાં મોટાભાગના વિસ્તારોમાં ખેડૂત પરિવાર વસવાટ કરે છે,અને ખેડૂતપરિવારના દીકરા અનિલ કેશુભાઈ ઝાપડીયાએ સફળતાના શિખરો સર કર્યા છે.અનિલ ઝાપડીયાએ GPSC પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાંબીજો નંબર મેળવ્યો છે. અનિલ ઝાપડિયાએ બી.ટેક સુધી અભ્યાસ કર્યો છે.2017 થી પોતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે અને સાથે સાથે GPSC ક્લાસ ટુ અધિકારીની પરીક્ષાની તૈયારી કરતા હતા.

વર્ગ ત્રણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે તલાટી કમ મંત્રી જુનિયર ક્લાર્ક નાયબ મામલતદાર વગેરેમાં જેવી પરીક્ષાઓમાં અનિલ ઝાપડીયા નિષ્ફળ ગયા હતા.2021 માં GPSCની તૈયારી શરૂ કરી હતી અને 2021માં યોજાયેલી GPSCની પરીક્ષામાં પ્રથમ જ પ્રયાસે સફળતા મેળવી હતી અને ગુજરાત ભરમાં બીજો ક્રમ મેળવ્યો હતો.વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગમાં ICT  ઓફિસર વર્ગ-૨ તરીકે પસંદગી મેળવી છે.હવે આગળ તેઓનું લક્ષ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગમાં સહાયક નિયામક વર્ગ એકના અધિકારી બનવાનું છે.

અનિલ ઝાપડિયા ખેડૂત પુત્રના પિતા કેશુ ઝાપડિયા માત્ર બે ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને પોતાની પાસે પાંચ વીઘા જમીન છે.આ પાંચ વીઘામાં કપાસનું વાવેતર કરે છે અને ઉત્પાદન મેળવે છે.તો સાથે જ પોતાના ભાઈ પાસે રહેલું લોડિંગ વાહનમાં પોતે ડ્રાઇવર તરીકે નોકરી કરે છે.પોતાના આ પુત્રને ભણાવવા માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છેઅને સફળતાના શિખરો હાંસલ કરાવવા માટે પોતે પણ મદદ કરે છે પોતાના પુત્રએ GPSC ક્લાસ ટુમાં સફળતા મેળવી છે.જેથી ખેડૂત માતા પિતા ખુશી અનુવી રહ્યા છે. 

Latest Stories