અમરેલી : માણાવાવ ગામમાં 8 હેક્ટરમાં આગ બેકાબૂ બની, સિંહણ અને 2 બાળસિંહોનો આબાદ બચાવ

અમરેલીના ચલાલા નજીક આવેલ માણાવાવ ગામના ગૌચરને સરકારી પડતરના વિસ્તારમાં લાગેલી વિકરાળ આગ લાગી જેને ફાયર વિભાગે ભારે જહેમત બાદ કાબુમાં લીધી

અમરેલી : માણાવાવ ગામમાં 8 હેક્ટરમાં આગ બેકાબૂ બની, સિંહણ અને 2 બાળસિંહોનો આબાદ બચાવ
New Update

અમરેલીના ચલાલા નજીક આવેલ માણાવાવ ગામના ગૌચરને સરકારી પડતરના વિસ્તારમાં લાગેલી વિકરાળ આગ લાગી જેને ફાયર વિભાગે ભારે જહેમત બાદ કાબુમાં લીધી... જેમાં 2 સિંહબાળ સાથે સિંહણનો આબાદ બચાવ થયો...

ચલાલાના માણાવાવના રેવેન્યુ વિસ્તારના સરકારી અને ગૌચરની જમીન પર અચાનક જ વિકરાળ આગ લાગતા તંત્ર અને ફાયરવિભાગ ઘટનાસ્થળે પહોંચ્યું હતું. અને ભારે જહેમત બાદ મોડી રાત્રે આગ કાબુમાં લેવાઈ હતી. અંદાજે 8 હેકટરમાં આગ લાગી હોવાનું મામલતદાર દ્વારા જણાવાયુ હતું. જેમાં માણાવાવના ડુંગરાળ વિસ્તારમાં 1 સિંહણ તેના 2 સિંહબાળ સાથે રહેતી હતી. જે આગથી દૂર ડુંગર પર જઇ ચડી હતી. સિંહોનો આબાદ બચાવ થતા તંત્ર અને સિંહપ્રેમીઓએ હાશકારો અનુભવ્યો હતો.

#CGNews #ConnectGujarat #Connect Gujarat #BeyondJustNews #Fire #relief #Amreli #Lions #lion #mountain #Firefighter #Chalaalaa #Amrelifirefighter #SaveLion #LifeThreatning
Here are a few more articles:
Read the Next Article