Connect Gujarat
ગુજરાત

અમરેલી : રાજુલા શહેરમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા સાયકલ યાત્રાથી જનજાગૃતિ અભિયાન કરતા નિવૃત નેવી કર્મચારીનું સન્માન કરાયું

શહેરમાં ઇંડિયન કોસ્ટગાર્ડ દ્વારા સાયકલ યત્રથી જનજાગૃતિ અભિયાન કરતાં નિવૃત નેવી કર્મચારીનું સન્માન કરવામાં આવ્યું હતું.

અમરેલી : રાજુલા શહેરમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા સાયકલ યાત્રાથી જનજાગૃતિ અભિયાન કરતા નિવૃત નેવી કર્મચારીનું સન્માન કરાયું
X

અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં ઇંડિયન કોસ્ટગાર્ડ દ્વારા સાયકલ યત્રથી જનજાગૃતિ અભિયાન કરતાં નિવૃત નેવી કર્મચારીનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં સાયકલ યાત્રા વિવિધ રાજ્યો થકી રાજુલા આવી પહોંચી હતી.

રાજુલાના હિંડોરણા ચોકડી પાસે આવેલ ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા નિર્વુત ઇન્ડિયન નેવી કર્મચારી મિલન તાંબે તેમજ તેમના એક સાથી શ્રી રામ આ બંને વ્યક્તિએ કુલ ૬૦૦૦ કિલોમીટર અને ૮૪ દિવસના પ્રવાસ કરી રાજુલા પહોંચ્યા હતા. અને તેમનો મુખ્ય ઉદ્દેશ એ છે કે, સાયકલ ચલાવવાથી આરોગ્યને ખુબજ ફાયદો રહે છે. અને સાયકલ ચલાવવાથી નોર્મલી પેટ્રોલની બચત પણ થાય છે. તેમજ પ્રદુષણનો પણ ફાયદો રહેશે. અને બીજો ઉદ્દેશ એ છે, પ્લાસ્ટિક કચરો જે કચરાને કારણે શહેરમાં ગંદકી થાય છે. અને પશુ-પ્રાણીઓન પ્લાસ્ટિક ખાવાના કારણે મોત પણ થાય છે. અને કચરો યોગ્ય રીતે એકત્રિત કરવાથી આ કચરાનું રિસાયકલિંગ થઈને નવું પ્લાસ્ટિક બને છે. તો ખાસ કરીને લોકોએ કાગળનો ઉપયોગ કરવો જોઈએ. આ લોકોને જાગૃતતા લાવવા માટે આ સાયકલ યાત્રા કરવામાં આવેલ હતી. અને આ સાયકલ યાત્રા રાજુલાથી મુંબઈ તરફ જશે. આ સાયકલ યાત્રા રત્નાગીરી, કેરલા, ચેન્નાઇ, વિશાખાપટ્ટનમ, ઓરિસ્સા, કલકત્તા અને ગુજરાતના પોરબંદર, સોમનાથ,વેરાવળ, દીવથી રાજુલા આવી પહોંચેલ હતી. અને ખુબજ આ બે વ્યક્તિઓ દ્વારા લોકોને જાગૃતતા લાવવા માટેનું સાઇકલ સવારી કરી સંદેશો પહોંચાડે છે. આ તકે રાજુલામાં ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા સાઈકલ સવાર મિલન તાંબે અને શ્રી રામનું સન્માન કરવામાં આવ્યું હતું.

Next Story