અમરેલી : જન્માષ્ટમી નિમિત્તે શ્રી કૃષ્ણના જન્મોત્સવને વધવવા લોકો આતુર, ઠેર ઠેર નીકળી શોભાયાત્રા...

જન્માષ્ટમી નિમિત્તે તાલુકા મથકે શોભાયાત્રા નીકળી, શ્રી કૃષ્ણના જન્મોત્સવને વધવવા લોકો આતુર બન્યા

New Update

કૃષ્ણ જન્મોત્સવના ઉજવાતા પર્વ જન્માષ્ટમીના પાવન અવસરે અમરેલી જિલ્લામાં તમામ તાલુકા મથકો પર ભવ્ય શોભાયાત્રાઓ નીકળી હતી. શ્રી કૃષ્ણના જન્મોત્સવને વધવવા આખું અમરેલી જાણે કૃષ્ણમય બન્યું હોય તેવો માહોલ સર્જાયો હતો. અમરેલી ખાતે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી પણ જન્માષ્ટમીની શોભાયાત્રાને વધાવવા આગળ આવ્યા હતા. શોભાયાત્રાના અખાડામાં પૂવ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ અખાડાના વિવિધ કરતબ કરી બતાવ્યા હતા.

Advertisment

આ બીજી તરફ રાજુલા ખાતે નીકળેલી શોભાયાત્રામાં ધારાસભ્ય અંબરીશ ડેર ખાસ ઉપસ્થિત રહી કાળિયા ઠાકોરના વધામણાં કર્યા હતા. તો બીજી તરફ જાફરાબાદ ખાતે પણ ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. વડીયા ખાતે પણ જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડના કાર્યક્રમમાં એક મુસ્લિમ યુવાને મટકી ફોડીને કોમી એકતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

Advertisment