અમરેલી : રાજુલાની કન્યાશાળામાં છતના પોપડા ખરી પડ્યા, 2 વિદ્યાર્થીનીઓને ઇજા...

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાની કન્યાશાળામાં ચાલુ વર્ગખંડે છતના પોપડા ખરી પડતાં 2 વિદ્યાર્થીનીઓને ઇજા પહોચી હતી.

New Update

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાની કન્યાશાળામાં ચાલુ વર્ગખંડે છતના પોપડા ખરી પડતાં 2 વિદ્યાર્થીનીઓને ઇજા પહોચી હતી.



રાજુલા તાલુકાની કન્યાશાળા નંબર 1માં ચાલુ વર્ગખંડ દરમ્યાન અચાનક છતના પોપડા ખરી પડતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ધોરણ 8ના વર્ગખંડમાં હાજર વિદ્યાર્થીનીઓ પર છતના પોપડા પડ્યા હતા. જેમાં 2 વિદ્યાર્થીનીઓને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચી હતી, ત્યારે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનીઓને સૌપ્રથમ મહુવા ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગરની હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, આ વર્ગખંડમાં 60 વર્ષ જુના સ્લેબમાંથી પોપડા પડતા વિદ્યાર્થીનીઓ ઘવાય છે, ત્યારે હવે શાળાઓમાં અભ્યાસ દરમ્યાન આ પ્રકારની ઘટનાઓ ન બને તેવી લોકમાંગ ઉઠી છે.