અમરેલી જિલ્લાની કે.કે.પારેખ અને મહેતા આરી.પી.વિદ્યાલયના વિદ્યાર્થીઓ માટે એરક્રાફટ અંગે વર્કશોપ યોજાયો હતો, ત્યારે આગામી સમયમાં એરક્રાફટના એર-શો યોજાવા અંગે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
અમરેલી જીલ્લાની કે.કે.પારેખ અને મહેતા આર.પી.વિદ્યાલય ખાતે એવિએશન અવેરનેસ અને એરોએજ્યુકેશન પ્રોગ્રામ હેઠળ ગુજરાત સ્ટેટ સિવીલ એવિએશન તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા ત્રીદિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એરક્રાફટ કેવી રીતે બનાવવું તે અંગે 75 જેટલા વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા હતા, ત્યારે આગામી સમયમાં એરક્રાફટના એર-શો યોજાવા અંગે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જીલ્લા શિક્ષણાધિકારી એમ.જી.પ્રજાપતિ, નાયબ પ્રાથમિક જીલ્લા શિક્ષણાધિકારી જી.એમ.સોલંકી તેમજ એડીઆઈ નિખીલ વસાણીએ વર્કશોપની મુલાકાત લીધી હતી. તમામ મહાનુભાવોએ શાળાના વિદ્યાર્થીઓને એરક્રાફટ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.