Connect Gujarat
ગુજરાત

નવરાત્રીની ઉજવણીને લઇ ગુજરાત સરકારનો મહત્વનો મોટો નિર્ણય,9 શક્તિપીઠ પર ગરબાનું કરાશે આયોજન

દેશમાં અનેક તહેવારો ઉજવવામાં આવે છે અને આ બધા તહેવારો પોતાપોતાની રીતે ઐતિહાસિક મહત્વ ધરાવે છે.

નવરાત્રીની ઉજવણીને લઇ ગુજરાત સરકારનો મહત્વનો મોટો નિર્ણય,9 શક્તિપીઠ પર ગરબાનું કરાશે આયોજન
X

દેશમાં અનેક તહેવારો ઉજવવામાં આવે છે અને આ બધા તહેવારો પોતાપોતાની રીતે ઐતિહાસિક મહત્વ ધરાવે છે. એમાંનો એક તહેવાર એટલે નવરાત્રી ત્યારે નવરાત્રીને લઇને ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યના નવ શક્તિપીઠ પર ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવશે. તદુપરાંત અમદાવાદ GMDC ગ્રાઉન્ડમાં પણ ગરબાનું ભવ્ય આયોજન કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.

નવરાત્રી તહેવાર દેવી દુર્ગા માં ને સમર્પિત છે. જેમાં માતા દુર્ગાના 9 સ્વરૂપોની 9 દિવસ સુધી પૂજા કરવામાં આવે છે અને દસમા દિવસે દશેરા ઉજવવામાં આવે છે. ત્યારે તમને જણાવી દઇએ કે, આ વખતે નવરાત્રી ની મહાપર્વ આગામી 26 સપ્ટેમ્બરના રોજ સોમવારથી શરૂ થશે અને 5 ઓક્ટોબરના રોજ બુધવાર સુધી ઉજવાશે.આમ રાજ્ય સરકારના નિર્ણયથી લોકોમાં ખુશી છવાઈ ગઈ છે કોરોના કાળ બાદ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં પણ હજારો ખેલૈયાઓ ગરબે ઘૂમશે

Next Story