Connect Gujarat
ગુજરાત

અગ્નિવીરો માટે આનંદ મહિન્દ્રાની મોટી જાહેરાત,આપી નોકરીની ઓફર

એક બાજુ અગ્નિ વીર યોજનાનો દેશના કેટલાક રાજ્યોમાં ભારે વિરોધ થઇ રહ્યો છે તો બીજીબાજુ અનેક લોકો સમર્થનમાં આવી રહ્યા છે ત્યારે મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ દુ:ખ વ્યક્ત કર્યું છે

અગ્નિવીરો માટે આનંદ મહિન્દ્રાની મોટી જાહેરાત,આપી નોકરીની ઓફર
X

એક બાજુ અગ્નિ વીર યોજનાનો દેશના કેટલાક રાજ્યોમાં ભારે વિરોધ થઇ રહ્યો છે તો બીજીબાજુ અનેક લોકો સમર્થનમાં આવી રહ્યા છે ત્યારે મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ દુ:ખ વ્યક્ત કર્યું છે અને આ યોજનાઅંતર્ગત ટ્રેનિંગ મેળવનાર યુવાનોને પોતાને ત્યાં નોકરી આપવાની ઓફર કરી છે.આનંદ મહિન્દ્રાએ સોમવારે ટ્વિટ કરીને લખ્યું કે અગ્નિપથ યોજનાને લઇને ચાલી રહેલા વિરોધ થી દુઃખી છું.

ગત વર્ષે જ્યારે આ યોજના નો વિચાર સામે આવ્યો તો મેં કહ્યું હતું કે અને હવે હું ફરી દોહરાવી છું કે આનાથી અગ્નિ વીર જે અનુશાસન અને કૌશલ શીખશે તે તેમને રોજગાર ની શાનદાર તકો ઉપલબ્ધ કરાવશે. તેમણે કહ્યું કે મહિન્દ્રા ગ્રુપ આવા પ્રશિક્ષિત, સક્ષમ યુવાનોની ભરતી નું સ્વાગત કરે છે.આનંદ મહિન્દ્રા આ જાહેરાતનું ટ્વિટર પર બધા લોકોએ સ્વાગત કર્યું છે. એક યૂઝરે સવાલ પૂછ્યો કે મહિન્દ્રા ગ્રુપમાં અગ્નિ વીરોને શું પોસ્ટ આપવામાં આવશે? તેના જવાબમાં આનંદ મહિન્દ્રાએ કહ્યું કે કોર્પોરેટ સેક્ટર માં અગ્નિ વીરો માટે રોજગારની અપાર સંભાવના છે. તેમણે કહ્યું કે લીડરશિપ, ટીમવર્ક અને ફિઝિકલ ટ્રેનિંગ ના કારણે અગ્નિ વીર ના રુપમાં ઇન્ડસ્ટ્રીને બજાર પ્રમાણે પહેલેથી તૈયાર પ્રોફેશનલ મળશે.ભારતીય વાયુ સેનાની વેબસાઇટ પર ઉપલબ્ધ જાણકારી પ્રમાણે અગ્નિ વીરોને માસિક વેતન ની સાથે હાર્ડ શિપ એલાઉન્સ, યુનિફોર્મ એલાઉન્સ, કેન્ટી અને મેડિકલ સુવિધા પણ આપવામાં આવશે. જેવી કે એરફોર્સના નિયમિત સૈનિકને મળે છે

Next Story