Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર: લોકશકિત એકસપ્રેસમાંથી દોઢ વર્ષીય બાળકી બિનવારસી હાલતમાં મળી, શિશુગૃહને સોંપી રેલવે પોલીસે તપાસ આરંભી

અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસે લોકશક્તિ ટ્રેનમાંથી દોઢ વર્ષીય બાળકી મળી આવી છે. ટ્રેનના કોચ નંબર બી - 6 પાસેના કોરીડોરમાં આ બાળકી બિનવારસી હાલતમાં હતી.

અંકલેશ્વર: લોકશકિત એકસપ્રેસમાંથી દોઢ વર્ષીય બાળકી બિનવારસી હાલતમાં મળી, શિશુગૃહને સોંપી રેલવે પોલીસે તપાસ આરંભી
X

અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસે લોકશક્તિ ટ્રેનમાંથી દોઢ વર્ષીય બાળકી મળી આવી છે. ટ્રેનના કોચ નંબર બી - 6 પાસેના કોરીડોરમાં આ બાળકી બિનવારસી હાલતમાં હતી. લોકરક્ષક દળના જવાને બાળકીના માતા - પિતાની ટ્રેનમાં શોધખોળ કરવા છતાં તેઓ મળી આવ્યાં ન હતા. આખરે આ માસુમ બાળકીને અંકલેશ્વર રેલવે પોલીસના હવાલે કરવામાં આવી છે. 6 ઓગસ્ટના રોજ મુંબઈ તરફ જતી લોકશક્તિ એક્સપ્રેસ ટ્રેન બી - 6 ના કોચના કોરિડોરમાં માત્ર દોઢ વર્ષની બાળકીને સુતેલી હાલતમાં મૂકી તેના વાલીવારસો ફરાર થઇ ગયા હતા.

બનાવ અંગે કોચના અન્ય મુસાફરોએ પોલીસને જાણ કરી હતી. આ બાબત પેટ્રોલીંગ ટીમના ધ્યાને આવતા તેમણે બાળકીના વાલીવારસની શોધખોળ શરૂ કરી હતી. પણ તેઓ ન મળી આવતાં બાળકીને અંકલેશ્વર રેલવે પોલીસને સોંપવામાં આવી હતી. હાલ આ બાળકીને ભરૂચ શિશુ સંરક્ષણ ગૃહમાં સેજલબેન વોરા અને તેમની તેમને દેખભાળ માટે સોંપવામાં આવી છે. ભરૂચ રેલવે પોલીસ સ્ટેશન પર લાગેલા CCTV, મુસાફરોનું લિસ્ટ, કોચ એટેન્ડન્ટ, ટીટીઈ સહિતનાને પૂછી બાળકીના વાલી વારસ અંગે તપાસ ચલાવી રહ્યા છે. આ અપહરણ કે અન્ય કોઈ ગંભીર ગુનો તો નથી તે અંગે ઘનિષ્ટ શોધખોળ ચલાવી રહી છે.

Next Story