CM ભુપેન્દ્ર પટેલનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય, સરકારીકર્મીઓને વતન પ્રવાસ હેતુ માટે વંદે ભારત ટ્રેનના પ્રવાસને માન્યતા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓને રજા પ્રવાસ રાહત/વતન પ્રવાસના હેતુ માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીને માન્યતા આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો

New Update
Vande bharat
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓને રજા પ્રવાસ રાહત/વતન પ્રવાસના હેતુ માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીને માન્યતા આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓને દર ચાર વર્ષે એલ.ટી.સી/વતન પ્રવાસનો લાભ ૬૦૦૦ કિ.મી. ની મર્યાદામાં આપવામાં આવે છે. કર્મચારીઓ દ્વારા આવા પ્રવાસ અન્વયે ટ્રેન દ્વારા મુસાફરી કરવામાં આવતી હોય છે. ભારતીય રેલવે દ્વારા છેલ્લા થોડાક વર્ષોથી આધુનિક સુવિધા સાથેની વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારનાં કર્મચારીઓ દ્વારા તેમને મળતા આવી રજા પ્રવાસ રાહતમાં વંદે ભારત ટ્રેનની મુસાફરીનો સમાવેશ કરવા મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજુઆત કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્મચારીઓના વ્યાપક હિતમાં આ સંદર્ભમાં ઉદાર વલણ અપનાવીને એલ.ટી.સી. બ્લોક-૨૦૨૦-૨૩ની શરૂઆતથી રજા પ્રવાસ રાહત માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીનો પણ સમાવેશ કરવાનો નિર્ણય કર્યો છે.રાજ્ય સરકારનાં પાંચ લાખ કર્મચારીઓને રજા પ્રવાસ રાહત દરમ્યાન આ નિર્ણયનો લાભ મળશે. મુખ્યમંત્રીશ્રીના દિશાદર્શનમાં નાણા વિભાગ દ્વારા આ અંગેના ઠરાવ પ્રસિધ્ધ કરવામાં આવશે.
Read the Next Article

ભરૂચ: મોંઘી બ્રાન્ડની બોટલોમાં સસ્તો દારૂ ભરી વેચવાનું કૌભાંડ ઝડપાયું, આરોપીની ધરપકડ

આરોપી દિપક વિરાસ એક હજારની કિમંતના ચાર પાઉચ અને પાણીની મદદથી દારૂ બ્રાન્ડેડ બોટલમાં ભરતો હતો. આ બોટલો તે બુટલેગરોને 2,000થી વધારેની કિમંતના ભાવે વેચતો હોવાનો ખુલાસો થયો છે.

New Update
IMG-20250711-WA0007
ભરૂચના શીતલ સર્કલ નજીક આવેલસી.આર.ચેમ્બર્સ કોપ્લેક્સમાં પાછળ બીજા માળે લોબીમાં અગાઉ વિદેશી દારૂની હેરાફેરીમા પકડાયેલ દિપક ઉર્ફે બોબી વિરાસ સસ્તા ભાવના વિદેશી દારૂના પાઉચ લાવી તેને નામાંકિત વિદેશી દારૂની બ્રડિડ બોટલોમાં ભરી અને વેચાણ કરે છે તેવી બાતમી એલસીબીના પીએસઆઈ દિપસિંહ તુવરને મળી હતી.

મોંઘી બ્રાન્ડની બોટલોમાં સસ્તો દારૂ ભરી વેચવાનું કૌભાંડ

પોલીસે દરોડો પાડતાં વિદેશી દારૂના પાઉચ અને બોટલ નંગ 353 મળી આવ્યાં હતાં.આરોપી દિપક વિરાસ એક હજારની કિમંતના ચાર પાઉચ અને પાણીની મદદથી દારૂ બ્રાન્ડેડ બોટલમાં ભરતો હતો. આ બોટલો તે બુટલેગરોને 2,000થી વધારેની કિમંતના ભાવે વેચતો હોવાનો ખુલાસો થયો છે. આરોપીની પૂછપરછ કરવામાં આવતાં તે ટ્રેનમાં સિંગ ચણા વેચનાર રાજુ વાઘરી સુરતથી ભંગારની દુકાનમાંથી ખાલી બોટલો, સ્ટીકર્સ તથા અન્ય સામગ્રીઓ લાવી આપતો હોવાની કબૂલાત કરી હતી. બ્રાન્ડેડ બોટલમાં પાઉચનો દારૂ ભરવામાં આવતો હતો. આ રીતે તૈયાર થયેલી બોટલો સલમાન, કૃપેશ શંકર કહાર તથા અનીશ રાણાને વેચાણ કરતો હતો. પોલીસે કુલ 1.85 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસ રાજુ વાઘરી, કૃપેશ કહાર, અનીશ રાણા અને સલમાનને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં છે.
Latest Stories