Connect Gujarat
ગુજરાત

અરવલ્લી: યાત્રાધામ શામળાજી ખાતે જન્માષ્ટમીના પર્વની કરાશે ભવ્ય ઉજવણી,પોલીસે ગોઠવ્યો ચુસ્ત બંદોબસ્ત

શામળાજી ખાતે આવનારા ભાવિ ભક્તોની સુરક્ષા માટે અરવલ્લી જિલ્લા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે

X

અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે જન્માષ્ટમીના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે જેને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે જન્માષ્ટમીના પર્વની ઉજવણી સમગ્ર રાજ્યમાં થવાની છે ત્યારે રાજ્યના સૌથી મોટા ત્રણ કૃષ્ણમંદિર દ્વારકા ડાકોર અને શામળાજી મંદિર ખાતે તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

શામળાજી ખાતે આવનારા ભાવિ ભક્તોની સુરક્ષા માટે અરવલ્લી જિલ્લા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે અરવલ્લી જિલ્લા પોલીસ ખડે પગે રહેશે.જેમાં,6 PSI,100 પોલીસ,80 હોમગાર્ડ સહિત 186 પોલીસના જવાનો તૈનાત રહેશે.કૃષ્ણ જન્મોત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ સતર્ક છે. સાથે ભગવાન શામળિયા દર્શને આવનાર ભક્તોને કોઈ પણ પ્રકારની તકલીફ ન સર્જાય તેની પણ વ્યવસ્થા ગોઠવાશે.

Next Story