અરવલ્લી: શામળાજીના ગોઢકુલ્લા ગામે રહેણાંક મકાનમાં ભેદી બ્લાસ્ટ, યુવાનનું મોત-3 લોકો ગંભીર
BY Connect Gujarat28 Aug 2021 11:36 AM GMT

X
Connect Gujarat28 Aug 2021 11:36 AM GMT
શામળાજીમાં આ ભેદી ધડાકામાં જાનહાનિના સમાચાર મળ્યાં છે જેમાં એક યુવકનું મોત થવાનું જાણવા મળ્યું છે. જ્યારે 2 બાળકીઓ સહિત એક મહિલા પણ ઈજાગ્રસ્ત થઈ છે. જેથી આ ઘટનામાં એકનું મોત અને ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. 2 બાળકી અને મહિલાને હાલ તો શામળાજી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે.
જો કે આ ધડાકો શેના કારણે થયો છે તેનું કારણ હજુ અકબંધ છે. હાલમાં આ ઘટનાને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક ધોરણે પણ હજુ સુધી આ અકસ્માતને લઈને કોઈ પણ કારણ જાણવા મળ્યું નથી.
Next Story