Connect Gujarat
ગુજરાત

ચૂંટણી આવતા જ શંકરસિંહ વાઘેલા ફરી એકશનમાં,નવાજૂનીના એંધાણ

કોંગ્રેસના દિગ્ગજ 'અસંતુષ્ટ ની બેઠકમાં દિલ્હી પહોંચી ગયાના સમાચાર છે. ગુજરાત કોંગ્રેસમાં એક સમયે જેમના નામની તૂતી બોલતી હતી

ચૂંટણી આવતા જ શંકરસિંહ વાઘેલા ફરી એકશનમાં,નવાજૂનીના એંધાણ
X

કોંગ્રેસના દિગ્ગજ 'અસંતુષ્ટ ની બેઠકમાં દિલ્હી પહોંચી ગયાના સમાચાર છે. ગુજરાત કોંગ્રેસમાં એક સમયે જેમના નામની તૂતી બોલતી હતી, અને કેન્દ્રમાં અહેમદ પટેલ બાદ 'પડ્યો બોલ' ઝીલતો હતો, તેવા શંકરસિંહ આજે કોંગ્રેસના ધૂર્ત વિરોધી દળની બેઠકમાં પહોંચતા નવી ચર્ચા જાગી છે.

પંજાબમાં સતા ગુમાવ્યા બાદ કોંગ્રેસના અસંતુષ્ટ' ફરીથી ચર્ચામાં આવ્યા છે. ગત સપ્તાહ ગુલામનબી આઝાદે ઘરે યોજાયેલી એક બેઠકમાં મનીષા તિવારી અને કપિલ સિબ્બલ જોડાયા હતા. આ ત્રણેય નેતાઓ કોંગ્રેસના અસંતુષ્ટ G-23 નો ભાગ છે. કહેવાય છે કે, આ જૂથ ફરિ એકવાર તત્કાલ બેઠક બોલાવીને પાર્ટી અધ્યક્ષની ચૂંટણી માટેની માગણી કરી શકે છે. આજે ફરી મળેલી બેઠકમાં શંકરસિંહની હાજરીથી અનેક તર્ક વિતર્ક શરુ થયા છે. શંકરસિંહ લક્ષ્મણસિંહ વાઘેલા, ગુજરાતમાં પોતાની પાર્ટી રાજપાના 'ટનાટન' પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર કપડા મંત્રી રહી ચુક્યા છે. 2017 માં સોનિયા ગાંધીના રાજનીતિક સલાહકાર અહેમદ પટેલ સાથે કથિત વાંધો પડતા બાપુએ કોંગ્રેસ છોડી,પણ એ પહેલા તેમના કથિત જૂથના ધારાસભ્યોને પાર્ટીમાંથી 'રવાના ' કરાવ્યા.

પોતાના જન્મદિવસે જ બાપુએ મોટું એલાન કરી કોંગ્રેસ છોડી . રાજ્યસભાની ચૂંટણી વેળા, ધારાસભ્ય કોંગ્રેસ છોડી ગયા. બાપુએ વિધાનસભા ચૂંટણી વેળા 'જન વિકલ્પ મોરચો રચ્યો. પણ તેમાંથી પોતાના પુત્ર મહેન્દ્રસિંહ ચૂંટણીના લડાવી.પાછળથી મહેન્દ્રસિંહ ( કદાચ પખવાડિયા પુરતા જ ) ભાજપમાં આવ્યા. શંકરસિંહને ભાજપમાં લાભ જોવા મળ્યો, પણ પછી સ્થિતિ પારખી પારોઠના પગલા ભર્યા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને પ્રભારી વરની પહેલા 'શંકરસિંહ આવે છે', તેવા બ્યુગલ સંભળાયા. બાપુ પણ કોઈ શર વગર કોંગ્રેસમાં જોડવા તૈયાર હતા, પણ દિલ્હીમાં ક્યાં બે વહેતનું છેટું પડ્યું. હવે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022 આવી રહી છે ત્યારે બાપુ પાછા સક્રિય બન્યા છે. પણ આ વખતે કોંગ્રેસ પાર્ટીના અસંતુષ્ટ સાથે.

Next Story