બનાસકાંઠા : શેરગઢમાં પત્ની સાથે આડો સંબંધ હોવાના વહેમમાં ભાઈએ જ ભાઈનું કાસળ કાઢ્યું

રતુભાઈ ખાટલામાં સુતેલ હતા, તે વખતે ભરતે પાવડાના હાથા વડે ગંભીર ઇજાઓ કરી હત્યા કરી નાસી ગયો હતો

New Update

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના શેરગઢમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. ગામમાં જ રહેતા ભરત દેવીપૂજકે તેના મોટા ભાઈ રતુ ઉપર જીવલેણ હુમલો કરી હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે.

Advertisment

મળતી માહિતી અનુસાર, પોતાની પત્ની સાથે આડો સંબંધ હોવાનો શંકાએ વહેમ રાખી બન્ને ભાઈઓ વચ્ચે તકરાર થઈ હતી. જેમાં રતુભાઈ ખાટલામાં સુતેલ હતા, તે વખતે ભરતે પાવડાના હાથા વડે ગંભીર ઇજાઓ કરી હત્યા કરી નાસી ગયો હતો. ઘટનાની જાણ થતા જ આજુબાજુમાંથી મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. દાંતીવાડા પોલીસને જાણ કરતા પીએસઆઇ અજય ચૌધરી સહિત પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે દાંતીવાડા પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા મુકબધીર ભરતને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisment
Latest Stories