Connect Gujarat
ગુજરાત

બનાસકાંઠા : પાલનપુરના બોડી બિલ્ડરે દીલ્હી સ્ટેટ પ્રેસ એન્ડ ડેડલીફટ સ્પર્ધામાં બીજો નંબર મેળવ્યો

કહેવાય છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી અને પરિશ્રમ બાદ આખરે મંજિલ મળી જ જાય છે.

બનાસકાંઠા : પાલનપુરના બોડી બિલ્ડરે દીલ્હી સ્ટેટ પ્રેસ એન્ડ ડેડલીફટ સ્પર્ધામાં બીજો નંબર મેળવ્યો
X

કહેવાય છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી અને પરિશ્રમ બાદ આખરે મંજિલ મળી જ જાય છે. પાલનપુરના ઇરફાન અબ્બાસીએ દીલ્હી સ્ટેટ પ્રેસ એન્ડ ડેડલીફટ સ્પર્ધામાં બીજો નંબર મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. પાલનપુરના ઢુંઢીયાવાડી વિસ્તારમાં રેલ્વે કોલોની ખાતે રહેતા ઈરફાન અબ્બાસીની વર્ષોની મહેનત રંગ લાવી છે. તાજેતરમાં જ દિલ્હી ખાતે યોજાયેલી ઓપન દિલ્હી સ્ટેટ બ્રેન્ચ પ્રેસ એન્ડ ડેડલિફ્ટ ચેમ્પિયનશીપમાં તેણે ભાગ લીધો હતો. ઉત્તર ગુજરાતમાંથી પાંચ યુવકોની પસંદગી થઈ હતી.

જેમાં ઈરફાન અબ્બાસીએ 150 કિલો વજન ઉઠાવી ગુજરાતમાં બીજો નંબર મેળવ્યો છે. તેના પિતા પાલનપુર રેલ્વેમાં નોકરી કરે છે જોકે પુત્રએ સરકારી નોકરીના બદલે બોડી બિલ્ડર બનવાનો નિર્ધાર કર્યો છે. તેણે 2019 માં બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશીપમાં પણ દેશમાં છઠ્ઠા ક્રમ મેળવ્યો હતો. તેણે સાંસદ મનોજ તિવારી અને ડીઆઇજી અનિલ પ્રથમના બોડીગાર્ડ તરીકે પણ સેવાઓ આપી છે. તેણે મેળવેલી સિધ્ધિ બદલ પરિવાર અને સમાજમાં ખુશી જોવા મળી રહી છે. સ્પર્ધામાં ભાગ લઇને પરત આવેલા ઈરફાનનું ભવ્ય સ્વાગત કરાયું હતું.

Next Story