Connect Gujarat
ગુજરાત

ભરૂચ: જિલ્લામાં આજે કોરોનાના 10 પોઝિટિવ કેસ નોંધાયા, વધતા કેસ ચિંતાજનક

ભરૂચ જિલ્લામાં છેલ્લા પંદર દિવસથી રોજ કોરોના પોઝિટિવ દર્દીઓ એકલદોકલ નોંધાયા હતા. ત્યારે ગુજરાતમાં કોરોનાની ચોથી લહેરમાં ભરૂચ જિલ્લામાં આજે ૧૦ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હોવાના પગલે આરોગ્ય તંત્ર દોડતું થયું છે.

ભરૂચ: જિલ્લામાં આજે કોરોનાના 10 પોઝિટિવ કેસ નોંધાયા, વધતા કેસ ચિંતાજનક
X

ભરૂચ જિલ્લામાં છેલ્લા પંદર દિવસથી રોજ કોરોના પોઝિટિવ દર્દીઓ એકલદોકલ નોંધાયા હતા. ત્યારે ગુજરાતમાં કોરોનાની ચોથી લહેરમાં ભરૂચ જિલ્લામાં આજે ૧૦ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હોવાના પગલે આરોગ્ય તંત્ર દોડતું થયું છે.

ભરૂચ જિલ્લામાં કોરોનાની બીજી લહેર ભયંકર સાબિત થયા બાદ ત્રીજી લહેર રાહત રૂપ રહી હતી. પરંતુ સરકારની કોરોના ગાઈડલાઈન નેવે મુકાયા બાદ કોરોનાની ચોથી લહેરનો પ્રારંભ થયો હોય તેમ ભરૂચ જિલ્લામાં રોજ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાય રહ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લામાં છેલ્લા પંદર દિવસમાં ૬૪ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે ત્યારે આજે સૌથી વધુ એક જ દિવસમાં ૧૦ કોરોના પોઝિટિવ દર્દીઓ ભરૂચ જિલ્લામાં નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.

ભરૂચ જિલ્લામાં સતત કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લામાં કોરોનાની ગાઈડ લાઈનનું પાલન ન થતું હોવાના કારણે કોરોનાની ચોથી લહેર સતત વાત કરી રહી છે છેલ્લા પંદર દિવસથી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા નોંધાઇ રહી હોવા છતાં ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરેનટાઈન એરીયો જાહેર કરવામાં આવતો નથી જેના કારણે લોકો બિન્દાસ એકબીજાના સંપર્કમાં આવવાના કારણે સતત કોરોના સંક્રમિત બની રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લા વહીવટી તંત્રને આરોગ્ય તંત્ર કોરોનાની ચોથી લહેર ભયંકર સાબિત થાય તે પહેલા સાવચેતીના ભાગરૂપે કાર્યવાહી કરે તે જરૂરી છે.

Next Story