Connect Gujarat
ગુજરાત

ભરૂચ : મહાત્મા ગાંધી રોડ પર 41 કરોડ રૂપિયાના ખર્ચે ફ્લાયઓવર બનશે

ભરૂચની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલથી મહમંદપૂરા સર્કલ ફલાય ઓવરબ્રીજના કામો માટે રૂ. ૪૧ કરોડ મંજૂર કર્યા છે.

ભરૂચ : મહાત્મા ગાંધી રોડ પર 41 કરોડ રૂપિયાના ખર્ચે ફ્લાયઓવર બનશે
X

ભરૂચની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલથી મહમંદપૂરા સર્કલ ફલાય ઓવરબ્રીજના કામો માટે રૂ. ૪૧ કરોડ મંજૂર કર્યા છે.

ભરૂચમાં આકાર લેનાર નવા ફ્લાયઓવરની વાત કરવામાં આવે તો આ ફલાય ઓવર ૧પ૩૦ મીટર લંબાઇ અને ૮.૪૦ મીટર પહોળાઇ ધરાવતો ફલાય ઓવર બનશે.

ભરૂચ નગરમાં આ ફલાય ઓવરબ્રીજ બનવાથી દહેગામ અને દહેજ તરફથી આવતા અને ભરૂચ રેલ્વે સ્ટેશન જનારા લોકો માટે અનૂકુળતા રહેશે.એટલું જ નહિ, આ બ્રીજની ડિઝાઇન ત્રી-પાંખીયા ટ્રાયેન્ગ્યુલર હોવાથી તાંત્રિક અને ભૌગોલિક દ્રષ્ટિએ ભરૂચ નગરપાલિકાના અગત્યના તમામ વિસ્તારો આ બ્રીજની કામગીરીથી આવરી લેવાશે.

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકારે અત્યાર સુધીમાં રાજ્યના ૭ નગરોમાં આવા ફલાય ઓવર માટે રૂ. ર૮૯.પ૦ કરોડની રકમ મંજૂર કરેલી છે.આ ઉપરાંત સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મહાનગરપાલિકાઓમાં ર૯ ફલાય ઓવરબ્રીજ રૂ. ૧૪૮પ કરોડના ખર્ચે મંજૂર કરેલા છે.

Next Story