/connect-gujarat/media/post_banners/abc8f0b1eac2c4149c885021a73b4c1167f156f52d8e315d9111e8077fa3734f.jpg)
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રીઢા બાઇક ચોરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ ચોરીની બાઇકના સ્પેર પાર્ટસ છૂટા કરી અન્ય બાઇકમાં લગાવી રૂપિયા કમાતા હોવાનું બહાર આવ્યું છે.
ભરૂચ શહેરમાં છેલા ઘણા સમયથી બાઇક ચોરીના બનાવો વધ્યા હતા જેને ધ્યાને લઈ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ક્રાઇમ બ્રાન્ચને કામે લગાવવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચને બાઇક ચોરીના રીઢા ગુનેગારને ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસે ટેક્નિક સર્વેલન્સના આધારે આમોદના કૂડચણ ગામેથી રીઢા વાહન ચોર અબ્દુલ પટેલના ભાઈ સિરાજ કા ભાઈને ઝડપી પાડ્યો હતો. બન્ને આરોપીઓ ભરૂચ શહેરમાં શ્રવણ ચોકડી નંદેલાવ ચોકડી અને જંબુસર ચોકડી પર પાર્ક કરેલ બાઈકની ચોરી કરતાં હતા અને બાઇક પોતાના ગામ લઈ જઇ તેના સ્પેર પાર્ટસ છૂટા કરી દેતા હતા.
આરોપીઓ જૂની બાઇક લે વેચનો વ્યવસાય કરતાં હોય ચોરીની બાઈકના સ્પેર પાર્ટસ આ બાઈકમાં ફિટ કરી રૂપિયા કમાતા હતા.પોલીસે આરોપી પાસેથી રૂપિયા 48 હજારની કિમતના બાઈકના વિવિધ સ્પેર પાર્ટસ કબ્જે કર્યા છે. વોન્ટેડઆરોપી અબ્દુલ પટેલ બાઇક ચોરીના 7 ગુનામાં સંડોવાયેલ છે. પોલીસે તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.