Connect Gujarat
ગુજરાત

ભરૂચ : હિન્દુ ધર્મ સેનાના જવાબદારોની જિલ્લા અને તાલુકા કક્ષાની બેઠક યોજાય...

ભરૂચ જિલ્લાના હિન્દુ ધર્મ સેના અને સમાજની બેઠક સનાતન ધર્મના ગાદીપતિ સોમદાસ બાપુની અધ્યક્ષતામાં યોજાય હતી

ભરૂચ : હિન્દુ ધર્મ સેનાના જવાબદારોની જિલ્લા અને તાલુકા કક્ષાની બેઠક યોજાય...
X

ભરૂચ જિલ્લાના હિન્દુ ધર્મ સેના અને સમાજની બેઠક સનાતન ધર્મના ગાદીપતિ સોમદાસ બાપુની અધ્યક્ષતામાં યોજાય હતી. જેમાં ભરૂચ જિલ્લા સહિત 9 તાલુકાના મુખ્ય જવાબદારો હાજર રહ્યા હતા. બેઠક દરમ્યાન હિન્દુ ધર્મ, ગાય માતા અને ગંગાની રક્ષાના પ્રણ લેવામાં આવ્યા હતા. ઉપરાંત સંગઠન જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ વિસ્તારી વિવિધ કાર્યોમાં જોતરાય જવા હાંકલ કરવામાં આવી હતી. દરેક ગામમાં હિન્દુ ધર્મ સેનાના બેનર લાગવા જોઈએ, તેમજ હિન્દુની રક્ષા થવી ખૂબ જરૂરી બની છે.

આ પ્રસંગે માધવપ્રિયસ્વામીએ અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના દ્વારા હિન્દુ સંગઠનનું કાર્ય પુરજોશથી ચાલી રહ્યું છે, ત્યારે ભરૂચ જિલ્લા ધર્મસેનાની બેઠક સોમદાસબાપુના આશ્રમમાં કરવામાં આવી છે. ખાસ આ કારોબારી બેઠકમાં જુના અને નવા હોદ્દેદારો હાજર રહ્યા હતા. સૌકોઈએ પ્રણ લીધા કે, આપણે હિન્દુત્વનું કાર્ય કરવું સાથે ગૌ-ગંગાની રક્ષા કરીએ, નાતી જાતિ તેમજ ધર્મના વાડા ભૂલી હિન્દુ છીએ તે દિશામાં આગળ વધીએ. અરવિંદભાઈ બ્રહ્મભટ્ટે ઉદબોધનમાં અખિલ ભારતીય સંત સમિતિ સંતોનું સંગઠન છે. આજે 26 જિલ્લાઓમાં હિંદુ ધર્મ સેનાના સંગઠનની રચના થઈ છે. સ્થાન સ્થાન પર આ જ પ્રકારે હિન્દુ યુવાનો સંકલ્પ લઇ રહ્યા છે, ત્યારે આજે ભરૂચ જિલ્લાના પ્રમુખ કાર્યકર્તાઓની બેઠક સોમદાસ બાપુ, માધવપ્રિય સ્વામી, ગોપાલચરણ સ્વામી અને ધર્મ સમાજના પ્રમુખ દેવુભા કાઠી, ઝીણા ભરવાડ, સુધીરસિંહ અટોદરિયા, ઈન્દ્રસિંહ પરમાર સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં સફળ આયોજન કરવામાં આવ્યું હતું.


Next Story