ભરૂચ : આમોદ નગરમાં ઉભરાતી ગટરોથી સ્થાનિકો પરેશાન, પાલિકા નિષ્ફળ નીવડી હોવાનો કર્યો આક્ષેપ

આમોદ નગરપાલિકાના ગટર સાફ કરવાના બધા જ સારા સારા જેટિંગ મશીનો નજીવો ખર્ચ ન કરતા ધૂળ અને કાટ ખાય રહ્યા છે. સાથેજ સ્થાનિકોએ ગટરની સમસ્યાના ગંદા પાણી રોકવામાં આમોદ નગરપાલિકા તદ્દન નિષ્ફળ નીવડી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો

New Update
ઉભરાતી ગટરો

ભરૂચ જિલ્લાના આમોદ નગરપાલિકાના ઉપપ્રમુખ અને બાંધકામ સમિતિના ચેરમેનના મકાનની સામે જ શૌચાલયની ઉભરાતી ગંદી ગટરોથી સ્થાનિકકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે.

ભરૂચ જિલ્લાના આમોદ નગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલ આમોદ પાલિકાના ઉપપ્રમુખ અને બાંધકામ સમિતિના ચેરમેનના મકાનની સામે જ શૌચાલયની ઉભરાતી ગંદી ગટરોથી સ્થાનિકકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. આ સાથે જ શાળાએ અભ્યાસ કરવા જતા નાના બાળકો પણ શૌચાલયની દુર્ગંથ મારતી ગટરના પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે.

છેલ્લા 3 વર્ષથી ઉભરાતી ગટરની સમસ્યાના ગંદા પાણી રોકવામાં આમોદ નગરપાલિકા તદ્દન નિષ્ફળ નીવડી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. આમોદ નગરપાલિકાના ગટર સાફ કરવાના બધા જ સારા સારા જેટિંગ મશીનો નજીવો ખર્ચ ન કરતા ધૂળ અને કાટ ખાય રહ્યા છે.

આમોદ નગરપાલિકાના સભ્યોના અંદરો અંદરના આંતરિક ઝઘડાઓ ખતમ ન થતાં આમોદના નગરજનોને હાલાકીનો ભોગ બનતા હોવાનું આમોદ પાલિકાના પૂર્વ પ્રમુખ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો.

Latest Stories