ભરૂચ: નવા ફોજદારી કાયદા અંગે પોલીસે લોકદરબાર યોજી માર્ગ દર્શન આપ્યું

એ ડિવિઝનના પીઆઈ વી યુ ગડેરીયા અને બી ડિવિઝનના પીઆઇ એસ.ડી ફૂલતરિયાની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો.જેમાં પોલીસ અધિકારીઓએ નવા કાયદાનની સમજણ આપી

New Update
ભરૂચ એ અને બી ડિવિઝન પોલીસ વિભાગ દ્વારા નવા કાયદાનની સમજણ આપવા માટે લોક દરબાર યોજાયો હતો. 1લી જુલાઈથી આઇપીસીની કલમ હેઠળ આવતા સાત જેટલા કાયદાઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
જે અંગે લોકજાગૃતિ માટે દાંડિયા બજાર સ્વામિનારાયણ મંદિર ના હોલ ખાતે એ ડિવિઝનના પીઆઈ વી યુ ગડેરીયા અને બી ડિવિઝનના પીઆઇ એસ.ડી ફૂલતરિયાની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો.જેમાં પોલીસ અધિકારીઓએ નવા કાયદાનની સમજણ આપી હતી.આ લોક દરબારમાં આગેવાનો અને શહેરીજનો તેમજ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories