ભરૂચ: વાગરામાં ટેકાના ભાવે મગની ખરીદી નહીં કરાતા ખેડૂતોમાં રોષ, આંદોલનના ભણકારા

New Update

તાલુકા સહિત ભરૂચ જિલ્લાના ચાર તાલુકામાં મગની નોંધણી અંગેનો નિર્ણય નહિ લેવાતા ખેડૂત આલમમાં ભારે રોષ ફેલાયો છે.વાગરા તાલુકાના ખેડૂતોએ તાત્કાલિક મિટિંગનું આયોજન કરી સરકાર સામે અણધાર્યો પ્રોગ્રામ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

Advertisment

ભરૂચ જિલ્લાના ભરૂચ, વાગરા, જંબુસર અને આમોદ તાલુકામાં મગનું મબલખ ઉત્પાદન થયુ છે. મગના પોષણક્ષમ ભાવ નહિ મળતા ખેડૂતોએ ટેકાના ભાવથી સરકારને ખરીદી કરવા આવેદન આપ્યુ હતુ. તેમ છતાં કૃષિ મંત્રીએ ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય નહિ લેતા અન્નદાતાઓમાં સરકાર વિરૂધ્ધ ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂત. ભારતીય કિસાન સંઘે વાગરાના સ્વામિનારાયણ હોલ ખાતે ખેડૂતોની એક તાત્કાલિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરકાર જો ખેડૂતોની માંગ નહીં સ્વીકારે તો આકસ્મિક કાર્યક્રમ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.


સરકારે મગના ભાવ ની મિનિમમ સપોર્ટ પ્રાઈઝ ૭૧૯૬ રૂપિયા નક્કી કર્યા છે.તેમ છતાં અન્નદાતા પાસે થી વેપારીઓ ૧૨૦૦ થી ૧૪૦૦ના ઓછા ભાવ થી ખરીદી કરી રહ્યા છે. સરકારે એમ.એસ.પી. નક્કી કરી હોવા છતાં ખેડૂતો નો મહામુલો માલ નું ઉચિત વળતર મળતુ નથી.તે માટે જવાબદાર કોણ ??આ પ્રશ્ન ઉઠી રહયો છે.

Advertisment