અંકલેશ્વર: A ડિવિઝન પોલીસે ગુમ અથવા ચોરી થયેલ રૂ.2.75 લાખની કિંમતના 13 મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા

અંકલેશ્વર A ડિવિઝન પોલીસે તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત ગુમ અથવા ચોરી થયેલ રૂ.2.75 લાખની કિંમતના 13 મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે.

New Update
  • અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને મળી સફળતા

  • પોલીસે ગુમ-ચોરી થયેલ મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા

  • રૂ.2.75 લાખની કિંમતના 13 મોબાઈલ પરત કરાયા

  • તેરા તુજકો અર્પણ અભિયાન હેઠળ કાર્યવાહી

  • મોબાઈલ પરત મળતા લોકોમાં ખુશી

અંકલેશ્વર A ડિવિઝન પોલીસે તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત ગુમ અથવા ચોરી થયેલ રૂ.2.75 લાખની કિંમતના 13 મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે.
ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા  CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ/ચોરી થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી જેના આધારે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.પોલીસે કેન્દ્ર સરકારના સી.ઇ.આઈ.આર.પોર્ટલના માધ્યમથી ગુમ થઇ ગયેલ મોબાઇલ ફોન એકટીવ થયા હતા જેને સ્ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે.પોલીસે રૂ.2.75 લાખની કિંમતના 13 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે.
આ સાથે જ મોબાઈલ ચોરી થવા અથવા ગુમ થવાના બનાવમાં શું કરવું તેની માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે  સૌ પ્રથમ ગુગલ પરથીWWW.CEIR.GOV.INપર જવાનું જેમાં ગુમ અથવા ચોરી થયેલ મોબાઈલ અંગેની માહિતી આપવાથી તમને એક આઇ.ડી.મળશે જેના આધારે તમે તમારા ચોરી થયેલ મોબાઈલનું સ્ટેટ્સ ચેક કરી શકો છો.આજ પોર્ટલ પરથી તમે  મોબાઈલ પણ બ્લોક કરાવી શકો છો
Read the Next Article

અંકલેશ્વર: NH 48 પર ટ્રાફિકજામની રોજિંદી સમસ્યા, બિસ્માર માર્ગોના પગલે સમસ્યા

અંકલેશ્વર નેશનલ હાઇવે પર  આમલાખાડી પરના બિસ્માર બ્રિજ અને હાઇવેનો માર્ગ ખખડધજ બનતા સતત ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. અંકલેશ્વર નેશનલ હાઇવે

New Update
MixCollage-09-Jul-2025-08-21-PM-8778

અંકલેશ્વર નેશનલ હાઇવે પર  આમલાખાડી પરના બિસ્માર બ્રિજ અને હાઇવેનો માર્ગ ખખડધજ બનતા સતત ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ આમલાખાડી પરનો બ્રિજ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બન્યો છે.બીજી તરફ ચોમાસુ જામતા જ હાઇવે પર ખાડાઓની ભરમાર છે.તેવામાં રોજેરોજ ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતા વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે.વાહનોનું ભારણ અને બ્રિજ જર્જરિત,રસ્તા પર ખાડાઓ પડતા વાહન ચાલકો પોતાનો કિંમતી સમય સાથે ઇંધણ બગાડી રહ્યા છે.દિવસે દિવસે માથાના દુખાવા સમાન બનેલ આ ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં આવે તે જરૂરી છે.તંત્ર યોગ્ય નિરાકરણ લાવે એવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે