New Update
પી.પી.સવાણી યુનિવર્સિટી નજીકનો બનાવ
વિદ્યાર્થીને મરાયો માર
અન્ય વિદ્યાર્થીઓ દ્વારા માર મરાયો
આદિવાસી સમાજમાં ભારે રોષ
પોલીસે એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો
અંકલેશ્વરના આદિવાસી સમાજના વિદ્યાર્થીને પી.પી.સવાણી યુનિવર્સીટી નજીક માર મરાયો હોવાની ઘટનામાં આદિવાસી સમાજે જીઆઇડીસી પોલીસને રજુઆત કરી ફરિયાદ નોંધવાની માંગ કરી હતી ત્યારે પોલોસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરત જિલ્લાના કોસંબા નજીક આવેલી પી.પી. સવાણી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી પર અન્ય વિદ્યાર્થીઓએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે.મારમારીનો વિડીયો પણ વાયરલ થયો છે જેમાં સમગ્ર ઘટના કેદ થઈ છે.આ બાદ અંકલેશ્વર જીઆઈડીસીમાં પણ આ જ વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હતો.આ ઘટનાને લઈ આદિવાસી સમાજે અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસ મથક ખાતે રજૂઆત કરી ફરિયાદ નોંધાવવાની માંગણી કરી છે.
આક્ષેપો મુજબ અંકલેશ્વરમાં રહેતા કેટલાક વિદ્યાર્થીઓએ પીડિત વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો. જાતિવિષયક મતભેદને કારણે માર મારવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.હુમલામાં ઘાયલ થયેલો વિદ્યાર્થી ભાજપ નેતા ફતેસિંહ વસાવાનો પુત્ર તનુજ વસાવા હોવાનું બહાર આવ્યું છે. ઘટના બાદ આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અને ન્યાયસંગત કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. આ મામલે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે 16 વિદ્યાર્થીઓ સામે એટ્રોસિટી એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
Latest Stories